હિંદુ ધર્મમાં નારિયેળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈ પણ સારું કાર્ય કરતા પહેલા નારિયેળને વધેરવામાં આવતું હોય છે. જેમ કે  ગૃહપ્રવેશ, લગ્ન પૂજા વગેરે જેવા કાર્યોમાં નારિયેળનો થાય ઉપયોગ છે. નારિયેળ એક એવું ફળ છે જે ખૂબ જ ઉંચાઈ પર ઉગતુ હોય છે. તેની ઉપરની છાલ ખૂબ જ કઠણ હોય છે. જેના કારણે કોઈ પણ પ્રાણી કે પક્ષી આ ફળને ખાઈ શકતા નથી. અને તેના કારણે આ ફળને પવિત્ર માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂજા વિધિમાં થાય છે ઉપયોગ
કોઈ કાર્ય કે પૂજા વિધિ કરતા સમયે નારિયેળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમે ઘણી વાર જોયું હશે કે માત્ર પુરુષો જ નારિયેળ વધેરતા હોય છે. ભાગ્યે જ તમને કોઈ સ્ત્રી નારિયેળ વધેરતી જોવા મળશે..પરંપરાગત રીતે નારિયેળને સૃષ્ટિનું બીજ માનવામાં આવે છે. સ્ત્રી તે બાળકને જન્મ આપે છે. એટલે કે સ્ત્રીઓને ઉત્પત્તિનો કારક માનવામાં આવે છે. નારિયેળ વધેરવું તે યજ્ઞનું પ્રતીક માનવામાં આવે છે. તેથી મહિલાઓએ ક્યારેય પણ નારિયેળ વધેરવું ન જોઈએ. 
 
નવુ સાધન ખરીદતા સમયે પણ નારિયેળ વધેરવામાં આવે છે. 
કોઈ પણ નવુ સાધન કે ધંધો શરૂ કરવાનો હોય ત્યારે નારિયેળ વધેરીને તેની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે પણ નારિયેળ વધેરવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતું પાણી આસપાસની જગ્યા પરની નકારાત્મક ઉર્જાનો વિનાશ કરે છે. એટલા માટે  નારિયેળનો ઉપયોગ શુભ કાર્યમાં થાય છે.  સાથે જ લોકો પોતાની મનોકામનાને પૂર્ણ કરવા માટે પણ નારિયેળને વધેરે છે.


પૌરાણિક કથાઓમાં પણ છે નારિયેળનું વિશેષ મહત્વ
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે તેઓ તેઓ પોતાની સાથે લક્ષ્મી, કામધેનુ અને નારિયેળનું વૃક્ષ ત્રણ વસ્તુઓ લઈને આવ્યા હતા. અને આના કારણે નારિયેળના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. નારિયેળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ હોય છે. નારિયેળ પર બનેલા ત્રણ બિંદુઓને દેવતાઓના દેવ મહાદેવની આંખોનું પ્રતીક માનવામાં આવે છે.
નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે કારણ કે શ્રી એટલે લક્ષ્મી અને નારિયેળ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. જો તમે દેવી-દેવતાઓને શ્રીફળ એટલે કે નારિયેળનેનું ફળ અર્પણ કરશો તો તમને ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.