Zodiac Based on Animals: હિન્દુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રનું ખુબ મહત્વ હોય છે. તેના માધ્યમથી જ આપણે આપણા આજ કે કાલ વિશે જાણી શકીએ છીએ. જ્યોતિષનું જ્ઞાન કોઈ વ્યક્તિનું આખું જીવન ખોલીને મૂકી શકે છે. કઈ રાશિકયા સ્વભાવની છે? કઈ રાશિમાં કયા ગુણ હોય છે? આ બધા વિશે જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી જાણી શકાય છે. આજે  અમે તમને વરુથી લઈને શેર જેવા શક્તિશાળી જાનવરોના ગુણવાળી રાશિ વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શક્તિશાળી જાનવરોના ગુણવાળી રાશિઓ


વરુ (Wolf)
જ્યોતિષ શાસ્ત્રમાં મેષ રાશિવાળાને હંમેશા વરુ સાથે જોડીને જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર  મુજબ વરુ વફાદારી, સાહસ અને નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે. મેષ રાશિવાળા વરુની જેમ જ ઝૂંડમાં ચાલવાના અને ઝૂંડને મેનેજ કરવામાં પણ સક્ષમ હોય છે. તેઓ હંમેશા યોગ્ય દિશામાં ગતિશીલ રહે છે. 


ઘુવડ (Owl)
જ્યોતિષ શાસ્ત્રમાં ઘુવડને ધનુ રાશિવાળા સાથે જોડીને જોવાય છે. ઘુવડને જ્ઞાન અંતર્જ્ઞાન અને રિસર્ચનું પ્રતિક ગણવામાં આવે છે. આ રાશિના લોકો પણ ઘુવડની જેમ જ શોધખોળ પ્રકૃતિના હોય છે. આ રાશિના લોકો ઘુવડની જેમ જ કોઈ પણ ઘટનાની પાછળની સચ્ચાઈને અંધારું ચીરીને પણ શોધી લે છે. 


સમડી (Eagle)
ચીલ એટલે કે સમડી પણ પૌરાણીક જીવોમાંથી એક ગણાય છે. તે શક્તિશાળી હોવાની સાથે જ આધ્યાત્મિક પણ માનવામાં આવે છે. તેને વૃશ્ચિક રાશિવાળા માટે શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે. તે ખુબ દૂરનું વિચારે છે. વૃશ્ચિક રાશિવાળા લોકો સમડીની જેમ જ ઊંચી દ્રષ્ટિ રાખીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ હોય છે. 


સિંહ (Lion)
જ્યોતિષ શાસ્ત્રમાં સિંહ એ સિંહ રાશિના જાતકો માટે શક્તિનું પ્રતિક છે. આ રાશિવાળા માટે આત્મવિશ્વાસ, શક્તિ અને નેતૃત્વની ક્ષમતાને દર્શાવે છે. સિંહની જેમ જ સિંહરાશિવાળા લોકો પોતાની આંતરિક શક્તિથી પડકારોનો બહાદુરીપૂર્વક સામનો કરે છે. 


ડોલ્ફિન (Dolphin)
મીન રાશિવાળા માટે ડોલ્ફિન આંતરિક જ્ઞાન, કરુણા અને ભાવનાત્મકતાનું પ્રતિક ગણવામાં આવે છે. ડોલ્ફિનની જેમ મીન રાશિના લોકો પણ સુંદર અને મિલનસાર હોય છે. ડોલ્ફિનની જેમ જ મીન રાશિના લોકો કપરામાં કપરી સ્થિતિનો સામનો પણ ખુબ જ ધૈર્યપૂર્વક કરે છે. 


 Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.