Vastu Tips for Good Luck: વાસ્તુશાસ્ત્રમાં ઘરની બે એવી દિશા વિશે જણાવ્યું છે જ્યાં ભગવાન શિવ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ દિશાને લઈને ખાસ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના પર ભગવાન શિવના આશીર્વાદ હોય તેને આકસ્મિક મૃત્યુ જેવી ઘટનાનો ભય રહેતો નથી અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી જાય તો જીવનમાં સુખ સમૃદ્ધિની ખામી રહેતી નથી. તેવામાં માતા લક્ષ્મીની કૃપા અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા હોય તો ઘરની આ દિશામાં ખાસ ઉપાય કરવો જોઈએ. 


કઈ દિશામાં છે ભગવાન શિવનો વાસ ? 


આ પણ વાંચો: શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ ઉપાય, સામેથી ચાલીને ઘરમાં આવશે માતા લક્ષ્મી


ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ભગવાન શિવનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ દિશામાં ક્યારેય કાળા રંગનો ઉપયોગ કરવો નહીં. સાથે જ આ દિશામાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ પણ ન રાખો. 


કઈ દિશામાં હોય છે માતા લક્ષ્મીનો વાસ? 


ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર લગાડવાથી ભાગ્યોનો સાથ મળે છે. આ દિશાને હંમેશા સાફ રાખવી જોઈએ. સાથે જ એક ચાંદીના સિક્કાને લાલ કપડામાં બાંધીને રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં ધનની ખામી રહેતી નથી.


આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં સૂર્ય, શુક્રનું થશે મિલન, ધન સહિત 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે પ્રગતિ


માતા લક્ષ્મી અને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉપાય


ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે તે માટે ઉત્તર પૂર્વ દિશા જ્યાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે ત્યાં ચંદન રાખવું જોઈએ. સાથે જ આ દિશામાં ગંગાજળનો છંટકાવ પણ કરવો જોઈએ. 


ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં જો મુખ્ય દરવાજો હોય તો રોજ સાંજે ત્યાં દીવો કરવો જોઈએ આમ કરવાથી પ્રગતિના નવા નવા રસ્તા ખુલતા રહે છે. 


આ પણ વાંચો: આ રાશિ પર હંમેશા રહે છે સૂર્યદેવની કૃપા, સમાજમાં માન-સન્માન સાથે કમાય છે અઢળક ધન


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)