Lakshmi Narayan Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર 25 જુલાઈએ બુધ ગ્રહનું સિંહ રાશિમાં ગોચર થયું છે. સિંહ રાશિ સૂર્યની રાશિ છે અને તેમાં બુધનું ગોચર થતાં લક્ષ્મીનારાયણ યોગ બન્યો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. આગામી 24 ઓગસ્ટ 2023 ના રોજ બુધ સિંહ રાશિમાં વક્રી થશે. 16 સપ્ટેમ્બર સુધી વક્રી રહ્યા પછી બુધ ફરીથી માર્ગી થશે. 1 ઓક્ટોબર 2023 ના રોજ બુધ ગોચર કરી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહની આ સ્થિતિ અને ફેરફારોની અસર દરેક રાશિના જીવન પર જોવા મળશે. પરંતુ ચાર રાશિ એવી છે જેમને 1 ઓગસ્ટ સુધીમાં અચાનક મોટો ધનલાભ થવાનો છે. બુધ ગ્રહનું ગોચર આ રાશિઓને અમીર બનાવશે તે નક્કી છે. તો ચાલો તમને જણાવીએ કે બુધના ગોચરથી કઈ રાશિના લોકોનો ભાગ્ય ખુલવાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાશિઓને બુધ ગ્રહ કરાવશે સૌથી વધુ ફાયદો


આ પણ વાંચો:


Zodiac Sign: આ રાશિના છોકરાઓમાં હોય છે ચુંબકિય આકર્ષણ, યુવતીઓ જોતાં જ થઈ જાય છે ફિદા


કોઈપણ દિવસે ન ઉતારી લેવી તુલસીની માંજર, જાણો કયા દિવસે તોડવી માંજર અને શું કરવું પછી


દોઢ મહિના સુધી વક્રી શુક્ર આ 3 રાશિઓને આપશે કષ્ટ, આ ઉપાયો બચાવી શકે છે સંકટથી


મિથુન રાશિ 


બુધનું ગોચર મિથુન રાશિના જાતકોને સૌથી વધુ લાભ આપશે. આ રાશિના લોકોને રોકાણની સુવર્ણ તકો મળશે. બૌદ્ધિક ક્ષમતા પ્રબળ રહેશે. યોગ્ય નિર્ણયો લેશે. વ્યક્તિત્વનો પ્રભાવ વધશે. સંશોધન સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. કાર્યસ્થળ પર સમય સારો પસાર થશે.


સિંહ રાશિ


બુધનું ગોચર સિંહ રાશિમાં જ થયું છે જેના કારણે આ રાશિના જાતકોને સારા પરિણામ આપશે. એકાગ્રતા અને વાતચીત કરવાની શૈલી વધુ સારી બનશે. તમે કામ ઝડપથી પૂર્ણ કરશો. તમે તમારા વર્તન અને વાણીના દમ પર બધા કામ પાર પાડશો. પારિવારિક મતભેદનો અંત આવશે.


આ પણ વાંચો:


17 ઓગસ્ટથી બદલશે આ 3 રાશિના લોકોનું જીવન, ચતુર્ગ્રહી યોગ અપાવશે અઢળક ધન અને સફળતા


Fitkari Ke Totke: ફટકડીના આ ટોટકા છે અચૂક, કરવાથી ઘરમાં દિવસ રાત વધે છે સુખ-સમૃદ્ધિ


તુલા રાશિ


બુધનું ગોચર તુલા રાશિના લોકોને ઘણો લાભ આપશે. આ રાશિના લોકોની આર્થિક સમસ્યાઓ દૂર થશે. આવકમાં વધારો થશે. કરજમાંથી રાહત મળશે. તમે તમારી વાત લોકો સામે સારી રીતે રાખી શકશો. જેનાથી તમને લાભ મળશે.


ધન રાશિ 
 
બુધનું રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ધંધો સારો ચાલશે. સખત મહેનત કરશો. પરંતુ પૈસાના ખર્ચ પર નિયંત્રણ રાખો. નોકરિયાતો માટે સમય સારો રહેશે. મહત્વપૂર્ણ કામમાં સફળતા પ્રાપ્ત થશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)