Lakshmi Narayan Yoga: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જાતકની જન્મકુંડળીના શુભ ભાવમાં શુક્ર અને બુધની યુતિ થવા પર લક્ષ્મી નારાયણ યોગ બને છે. શુક્ર ભૌતિક સુખ સુવિધા, સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે. બુદ્ધિ, તર્ક અને વ્યવસાયિક કૌશલનો કારક ગ્રહ છે. શુક્ર અને બુધની યુતિ અનેક રાશિના જાતકો માટે શુભ સાબિત થાય છે. આ રાશિના જાતકોને વેપારમાં નફાની સાથે જ કરિયરમાં પ્રગતિ થવાની શક્યતા રહે છે. લક્ષ્મી નારાયણથી કઈ રાશિના લોકોને લાભ થાય છે તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ  રાશિ
સિંહ  રાશિના જાતકો જે પોતાના સાહસી અને આત્મવિશ્વાસી સ્વભાવ માટે જાણીતા છે. કહે છે કે આ યોગના પ્રભાવથી સિંહ  રાશિના જાતકોનું ભાગ્ય ચમકે છે અને પુષ્કળ તકો પણ મળતી રહે છે. આ રાજયોગ નવા નવા રસ્તા ખોલે છે અને આત્મવિશ્વાસ વધે છે. આ સમયગાળામાં તમને સફળતા અને ઉપલબ્ધિઓ મળવાના યોગ બનશે. તમારું કરિશ્માઈ વ્યક્તિત્વ સકારાત્મક પ્રભાવ ઊભો કરે છે. વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે સંબંધો વધે છે. સંબંધ મજબૂત થાય છે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોની કરિયર, નોકરી અને વ્યવસાયિક નફો લક્ષ્મી નારાયણ યોગથી ફાયદો મેળવે છે. કામમાં સફળતા, ઓળખ અને આર્થિક લાભના યોગ બની રહ્યા છે. બેરોજગારી અનુકૂળ નોકરીની તકમાં ફેરવાઈ શકે છે. જ્યારે  પહેલેથી કાર્યરત લોકોને પદોન્નતિ મળી શકે છે. નફો વધતો જશે. સીનિયર્સ અને બોસના સમર્થનથી તમારા પ્રયત્નો મજબૂત થશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે આ યોગ લકી ચાર્મ જેવું કામ કરે છે. શુક્ર અને બુધ વચ્ચે આ યુતિ કરિયર વિકાસ, નોકરીની સંભાવનાઓ અને વ્યવસાયિક પ્રયત્નો માટે અનુકૂળ સમયનો સંકેત આપે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીને પ્રોત્સાહન મળે છે જેનાથી સફળતા સુનિશ્ચિત થાય છે. પરિવારમાં ધાર્મિક આયોજન થઈ શકે છે. વિદેશ મુસાફરીના યોગ બને છે. રોકાણ માટે આ સમય ખુબ શુભ સાબિત થાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)