Astro Tips: ઘણા લોકો આર્થિક તંગીથી ઘેરાયેલા રહેતા હોય છે. પ્રયત્ન છતાં પણ તેઓ ગરીબીથી છુટકારો મેળવી શકતા નથી. આવી સ્થિતિથી મુક્તિ મેળવવાના ઉપાયો લાલ કિતાબમાં જણાવ્યા છે. આજે તમને લાલ કિતાબના આવા ઉપાયો વિશે જણાવીએ જેને અપનાવીને તમે આર્થિક સંકટથી છુટકારો મેળવી શકો છો. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં લાલ કિતાબનું પણ ખૂબ જ મહત્વ છે. લાલ કિતાબ જ્યોતિષ વિદ્યા અને મૌલિક સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં જણાવવામાં આવેલા ઉપાયોની મદદથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે. તો ચાલો તમને જણાવીએ આર્થિક તંગીથી મુક્તિ મેળવવા માટે લાલ કિતાબના કયા ઉપાય કરવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાશિફળ 31 ડિસેમ્બર: રાશિફળ પરથી જાણો વર્ષ 2023 નો છેલ્લો દિવસ કઈ રાશિઓ માટે છે શુભ


આર્થિક સમસ્યાથી મુક્ત કરતા ઉપાય


સનાતન ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે જે લોકો આર્થિક તંગી થી પરેશાન હોય તેમણે લાલ કિતાબ અનુસાર બુધવારે ભગવાન ગણેશની પૂજા પૂર્વ દિશા તરફ મુખ કરીને કરવી જોઈએ દર બુધવારે આ રીતે ભગવાન ગણેશની પૂજા કરશો એટલે દરિદ્રતા દૂર થવા લાગશે.


આ પણ વાંચો: આ 3 રાશિઓને વર્ષ 2024માં ધનવાન બનાવશે રાહુ-કેતુ , મળશે સુખ-શાંતિ અને અપાર ધન


શુક્રવારનો દિવસમાં લક્ષ્મીને સમર્પિત છે જો તમે આર્થિક તંગીથી પરેશાન હોય અને ગરીબી દૂર કરવા માંગતા હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને લાલ કપડા અને સુગંધિત વસ્તુઓ ચઢાવો. સાથે જ પૂજા દરમિયાન માતા લક્ષ્મી ને કેસરવાળી ખીરનો ભોગ ધરાવો અને આ પ્રસાદ નાની કન્યાઓમાં વહેંચો. 21 શુક્રવાર સુધી આ ઉપાય કરશો એટલે આર્થિક સમસ્યા દૂર થવા લાગશે.


આ પણ વાંચો: વર્ષ 2024 માં શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ, 6 રાશિના લોકો જીવશે રાજા જેવું વૈભવી જીવન


શનિદેવને સમર્પિત શનિવાર પણ તમારી ગરીબીના દૂર કરી શકે છે. તેના માટે શનિવારે એક સૂકા નાળિયેરને વહેતી નદીમાં પ્રવાહિત કરી દો. આ સિવાય શનિવારે કાળા કપડા પહેરવાનું ટાળો તેનાથી ધનહાનિ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)