Lal Kitab Upay : ગરીબી દૂર કરનાર લાલ કિતાબના અચૂક ઉપાય, દરિદ્રતાથી સો ટકા મળશે મુક્તિ
Lal Kitab Upay : દોષને દૂર કરવા માટે અને ભાગ્યની સ્થિતિ સુધારવા માટે તમે લાલ કિતાબના કેટલાક ઉપાયો કરી શકો છો. આ ઉપાયો કરવાથી આર્થિક પ્રગતિ થાય છે અને દરિદ્રતાથી મુક્તિ મળે છે.
Lal Kitab Upay : દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ અને સમૃદ્ધ થવા ઈચ્છે છે. તેના માટે જ તેઓ દિવસ રાત મહેનત કરે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને જીવનમાં સફળતા મળતી નથી. સફળતાનો આધાર મહેનત પર હોય છે પરંતુ ઘણી વખત મહેનત કર્યા છતાં પણ હાથમાં આવતી સફળતા હાથમાંથી સરી પડે છે. વારંવાર મળતી અસફળતાના કારણે ઘણા લોકો હતાશ થઈ જાય છે. જો તમને પણ વારંવાર અસફળતા અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે તો તેના માટે કુંડલીના કેટલાક દોષ જવાબદાર હોઈ શકે છે. આ પ્રકારના દોષને દૂર કરવા માટે અને ભાગ્યની સ્થિતિ સુધારવા માટે તમે લાલ કિતાબના કેટલાક ઉપાયો કરી શકો છો. આ ઉપાયો કરવાથી આર્થિક પ્રગતિ થાય છે અને દરિદ્રતાથી મુક્તિ મળે છે.
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય
ઘરમાં તિજોરી હોય અથવા તો એવી જગ્યા હોય જ્યાં તમે પૈસા અને કીમતી વસ્તુઓ રાખતા હોય તો ત્યાં ચાંદી અથવા સોનાના સિક્કાને લાલ કપડામાં બાંધીને શુભ મુહૂર્તમાં રાખી દેવું.
શુક્રવારના દિવસે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને બટેટાનું દાન કરવું. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ સંધ્યા સમયે શ્રદ્ધાપૂર્વક શ્રી સૂક્તમનો પાઠ કરવો.
ઘરમાં પૂજાનો જે રૂમ હોય ત્યાં શ્રી યંત્રની સ્થાપના કરવી અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે નિયમિત રીતે શ્રી યંત્રની પૂજા કરવી.
આ પણ વાંચો :
રાશિફળ 08 ફેબ્રુઆરી: આ જાતકોના લાંબા સમયથી અટકેલા કામ પૂરાં થશે, અચાનક ધનલાભ થશે
Vivaah muhurt 2023: ફેબ્રુઆરી, મે, જૂનમાં મોટાભાગના લગ્નનું મુહૂર્ત, સોનું પણ ચમક્યુ
15 ફેબ્રુઆરીથી શુક્ર ગોચરથી આ 6 રાશિના જીવનમાં થશે ચમત્કારિક ફેરફાર, આવક વધશે
ગુરુ ગ્રહ નબળો હોય ત્યારે પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી નિયમિત રીતે ગાયને ગોળ ખવડાવવાનું રાખવું. ગાયને ગોળ ખવડાવવાથી જીવનમાં આર્થિક સ્થિતિ સુધરે છે.
શનિવારના દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિને જોતા કે ચપ્પલનું દાન કરવું આમ કરવાથી શનિદોષ દૂર થાય છે અને આર્થિક વૃદ્ધિ થાય છે.
નિયમિત રીતે મહાલક્ષ્મી યંત્રની પૂજા કરીને માતા લક્ષ્મીની આરાધના કરવી.
જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો કીડીઓને ખાંડ ખવડાવવી જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.
જો કુંડળીમાં ભૂત ગ્રહ નકારાત્મક પ્રભાવ પાડતો હોય તો પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી બુધવારના દિવસે ગૌશાળામાં જઈને ગાયને લીલો ચારો ખવડાવો.
જો તમારી પાસે પૈસા આવતા હોય પરંતુ પર હંમેશા ખાલી થઈ જતું હોય તો તમારા પર્સમાં તાંબાના ત્રણ સિક્કા રાખી દેવા આમ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.