Ambaji Temple  પરખ અગ્રવાલ/અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. આવતી કાલે મેળાનો છેલ્લો દિવસ રહેશે. પાંચ દિવસમાં અત્યાર સુધી ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. આજે છઠ્ઠા દિવસે પણ અંબાજી મંદિર સહિત અંબાજીના માર્ગોને જોડાૉતા અંબાજી નગરમાં પદયાત્રીનું મોટું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. આજે પણ મોટી સંખ્યામાં લાલ રંગની 52 ગજવાળી મોટી ધજાઓ સમગ્ર અંબાજી પંથકમાં લહેરાતી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી મંદિરમાં પણ ગત રાત્રિએ 501 દીવા ચાચરચોકમાં ઝળહળતા જોવા મળ્યા છે. અંબાજી મંદિરમાં દીવડાની ઝામખઝોળ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબાજીમાં વર્ષ-2023 નો ભાદરવી પૂનમનો મેળો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે આટલી સંખ્યામાં પગપાળા પહોંચી ભરાતો મેળો કોઈ સ્થળે નથી. અંબાજીમાં જ ભાદરવી પૂનમનો મેળા દરમિયાન 40 લાખ જેટલા પદયાત્રીઓ સાત દિવસમાં પહોંચતા હોય છે. 


Amul Milk Price : ચોમાસા બાદ અમૂલ દૂધના ભાવ વધશે કે નહિ, એમડીએ આપ્યા આ સંકેત


હવામાન વિભાગની આજની આગાહી : આ શહેરોમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી