Laxmi Narayan Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પણ રાશિ પરિવર્તન કરે છે. જુલાઈમાં પણ ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. ગ્રહ ગોચરના કારણે ઘણી વખત અતિશુભ યોગનું નિર્માણ થતું હોય છે. આવા યોગ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ થતા હોય છે. આવો જ એક શુભ યોગ બુધ અને શુક્રની યુતિના કારણે સર્જશે. જુલાઈ મહિનાના ત્રીજા સપ્તાહમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થશે. આ યોગ કેટલીક રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થશે. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 25 જુલાઈએ બે મોટા ગ્રહ એક જ રાશિમાં ગોચર કરશે. બુધ અને શુક્ર એક રાશિમાં હોવાના કારણે લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગ અતિ શુભ માનવામાં આવે છે. સિંહ રાશિમાં આ યુતિ સર્જાશે જેના કારણે કેટલીક રાશિના લોકોને ખૂબ જ ફાયદો થશે. આ યોગ 7 ઓગસ્ટ સુધી રહેશે. આ સમય દરમિયાન કેટલીક રાશિના લોકોને ધન અને સંપત્તિની બાબતમાં વિશેષ લાભ થશે.
 


લક્ષ્મીનારાયણ યોગથી આ રાશિઓને થશે ફાયદો


આ પણ વાંચો:


7 જુલાઈથી સિંહ રાશિમાં સર્જાશે મંગળ અને શુક્રની યુતિ, મિથુન સહિત આ 4 રાશિઓને થશે લાભ


Snake: વારંવાર સપનામાં સાપ દેખાતો હોય તો તે આ વાતનો હોય છે ઈશારો, તુરંત કરો ઉપાય


અદાણી-અંબાણી જેવા ધન કુબેર બનવું હોય માતા લક્ષ્મીના આ 108 નામનો નિયમિત કરો જાપ



મિથુન રાશિ


લક્ષ્મીનારાયણ યોગથી મિથુન રાશિના જાતકોને ખૂબ જ ફાયદો થવાનો છે. આ રાશિના લોકોને શુભ ફળ પ્રાપ્ત થશે. ધન લાભની સંભાવના છે. જુના કરજથી મુક્તિ મળશે. કારકિર્દીમાં પણ પ્રગતિ થશે. નોકરી કરતા લોકો માટે 25 જુલાઈ થી 7 ઓગસ્ટ સુધીનો સમય અતિ શુભ રહેશે. કાર્ય સ્થળ પર પ્રસન્નતા થશે અને લોકો તમારાથી પ્રભાવિત થશે. બિઝનેસ માટે પણ સમય અનુકૂળ.



કન્યા રાશિ


આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોને પણ ફાયદો થશે. આવકમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના છે. ભાગ્યનો સાથ મળશે. બિઝનેસમાં જબરદસ્ત નફો કમાશો. કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત વાદ વિવાદમાં સફળતા મળી શકે છે. જુના રોકાણ થી લાભ થવાની સંભાવના છે. મહત્વના નિર્ણય લેવા માટે યોગ્ય સમય.



તુલા રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર લક્ષ્મીનારાયણ યોગ આ રાશિના જાતકો માટે વરદાન સમાન સાબિત થશે. ભાગ્યનો સાથ મળશે. બિઝનેસમાં નફો કમાશે. આ સમયે નોકરી કરતા લોકોને આવકમાં વધારો થશે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. નોકરીની નવી તકો પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. બિઝનેસ કરતા લોકો માટે અનુકૂળ સમય.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)