ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે કઠોર પરિશ્રમ કર્યા પછી પણ ગરીબી (Poverty) ના ખાડામાંથી બહાર નથી આવી રહ્યા ? તમે કમાણી તો કરોછો પરંતુ તે રૂપિયા તમારી પાસે રહેતા નથી? જો હા, તો કરો આ ઉપાય. સૌથી પહેલાં તમે દર શુક્રવારે માતા લક્ષ્મીનું પુજન શરૂ કરો. શુક્રવાર માતા લક્ષ્મી (Goddess Lakshmi) નો વાર માનવામાં આવે છે. માતા લક્ષ્મી ધનની દેવી છે. પંચાંગ અનુસાર આ દિવસે સચ્ચા મનથી લક્ષ્મીજીનું વ્રત કરવાથી તે પ્રસન્ન થઈને તેમના ભક્તોને ઇચ્છિત વરદાન આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવર્ણીને ઘરમાં ચોખ્ખી જગ્યાએ મુકો-
ઘરમાં મુકેલી સાવર્ણી માતા લક્ષ્મી (Goddess Lakshmi) નું પ્રતીક કહેવામાં આવે છે. જે રોજ ધૂળ- માટી અને negativity ને સાફ કરીને ઘરની બહાર કરી છે એટલા માટે સાવર્ણીને ગંદી જગ્યાએ ના મુકવી. તેને એવી જગ્યાએ રાખો, જ્યાં કોઈનો પગ ના પડે. સાવર્ણી જુની થઈ જાય તો તેને ખાડો કરીને દાટી દેવી જોઈએ.


લક્ષ્મીજીને ચઢાવો ચોખા-
શુક્રવારના દિવસે માતા લક્ષ્મી (Goddess Lakshmi) ને ચોખા ચઢાવવા જોઈએ. જો કે એ વાતનું ધ્યાન જરૂર રાખવું કે ચોખાના દાણા તૂટેલા ના હોય. તમે આ દિવસે કોઈ જરૂરિયાતવાળા વ્યકિતને મદદ કરી શકો છો. આમ કરવાથી લક્ષ્મીજી ખૂબ ખુશ થાય છે.  આમ કરવાથી ખૂબ ટૂંક જ સમયમાં તમારી પાસે રૂપિયા આવવા લાગશે.


ગરીબ વ્યક્તિને સફેદ કપડા અથવા ચોખાનું આપો દાન-
તમે શુક્રવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને સફેદ વસ્તુ જેવી કે સફેદ કપડાં કે ચોખાનું દાન કરો. આમ કરવાથી માતીની કૃપા તમારા પર બની રહેશે. શુક્રવારે ગાયને રોટલી ખવડાવાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન રહે છે.


મોરના નૃત્યવાળી જગ્યાની માટી ઘરે લાવો-
તમે શુક્રવારે સવારે એ જગ્યા પર જાઓ, જ્યાં મોર નૃત્ય કરતો હોય તે જગ્યાની માટીને તમે લાલ કપડામાં લાવીને ઘરમાં પવિત્ર જગ્યા પર રાખી દો અને તેની સાથે તે માટીની રોજ પૂજા કરો. આમ કરવાથી ધન વધે છે.


(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સુચનાઓ સમાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધાર રાખે છે. Zee 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)