Vastu Tips For Broom: ઘરમાં સાવરણી ખોટી રીતે રાખશો તો નુકસાન થશે આવું કહેતા તમે લોકોને સાંભળ્યા હશે. પણ સવાલ એ પણ થાય છેકે, ઘરમાં સાવરણી સાચી રીતે રાખવાની રીત શું છે? સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી? સાવરણી કઈ દિશામાં રાખવાથી ફાયદો થાય છે અને કઈ દિશા કરાવે છે નુકસાન? શું છે સાવરણીનું મહત્ત્વ અને કેમ તેની સાથે જોડાયેલાં છે તમારી કિસ્મતના તાર...?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક ઘરમાં સાફ સફાઈ માટે સાવરણી અને સાવરણાનો ઉપયોગ થતો હોય છે. પરંતુ સાવરણી અંગે પણ કેટલીક માન્યતાઓ છે. નવી સાવરણી ખરીદવાના ઘરમાં રાખવાના અને જૂની સાવરણીના નિકાલ માટે પણ બનેલાં છે કેટલાંક ખાસ નિયમો. જેના વિશે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. શું તમે આ નિયમો વિશે જાણો છો ખરા.


સાવરણી માટે કેટલીક વાસ્તુ ટીપ્સ હોય છે. જેનું પાલન ના કરવાથી ઘરમાં દરિદ્રતા વધે છે. જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ જોવા મળે છે. એટલા માટે વાસ્તુ શાસ્ત્ર મુજબના નિયમોની જાણકારી હોવી જરૂરી છે. તો આવો જાણીએ કે ઘરમાં સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ. અને સારવરણીને ઊભી રાખવી કે આડી રાખવી જોઈએ.


લક્ષ્મીજી સાથે સાવરણીનું શું છે કનેક્શન?
હિન્દુ માન્યતાઓ મુજબ સાવરણીએ લક્ષ્મીજીનું સાધન છે. સાવરણીથી ઘરનો કચરો સાફ કરવાને કારણે ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. ઘરમાં ધન વૈભવ આવે છે. પરંતુ જે ઘરમાં સાવરણીનું આપમાન કરવામાં આવે છે તેને ખરાબ વસ્તુ સમજીને કચરા સાથે રાખવામાં આવે છે કે, પછી સાવરણી પર જૂતા ચંપ્પલ મુકવામાં આવે છે તે ઘર ક્યારેય ઉંચું આવતું નથી.


જૂની સાવરણીનું શું કરવું જોઈએ?
જૂની સાવરણીને તમે ફેંકવા માગતા હો તો હંમેશા શનિવારના દિવસની પસંદગી કરવી જોઈએ. અમાસના દિવસે કે પછી હોલિકા દહન બાદ, ગ્રહણ લાગ્યા બાદ જૂની સાવરણીનો નિકાલ કરી શકો છો. પરંતુ ખાસ વાતનું ધ્યાન રાખવું કે જૂની સાવરણીને ફેંકતા સમયે તેના પર કોઈનો પગ ના આવવો જોઈએ. જૂની સાવરણીને એવી જગ્યાએ ફેંકવી જોઈએ કે કોઈ વ્યક્તિ તેના પર પગ ના મુકે. કારણકે, સાવરણીની પૂજા કરવામાં આવે છે. તમે જોયું હશે કે મંદિરોમાં પણ મહારાજ વિશેષ સાવરણીથી મંદિરની સફાઈ કરતા હોય છે. તેની સાચવણી પણ એટલી જ રાખવી પડે છે. સાવરણી તમારા જીવનમાંથી કચરો દૂર કરે છે તેથી લક્ષ્મીજીના આ સાધનને પૂજનીય ગણવામાં આવે છે.


સાવરણીને ઊભી રાખવાથી શું થાય?
ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ના રાખવી જોઈએ. સાવરણીને ઊભી રાખવાથી ઘરમાં દરિદ્રતા  વધે છે. જેથી હંમેશા સાવરણીને આડી રાખવી જોઈએ. ઘરમાં સાવરણીને  આડી રાખવાના ખુબ જ ફાયદા હોય છે. 


ઘરમાં સાવરણીને ક્યાં રાખવી?
ઘરમાં સારવણી રાખવા માટે પણ ખાસ સ્થળ નક્કી કરાયેલી હોય છે. જેમાં ખાસ કરીને ઘરમાં મૂકેલી સાવરણીનું મોઢું પશ્ચિમ દિશા અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.


કઈ દિશામાં સાવરણી ના રાખવી?
વાસ્તુ મુજબ ઘરમાં સાવરણી ક્યારેય ઈશાન ખૂણે કે રસોડામાં ના રાખવી જોઈએ. સાથે ક્યારે ઝાડૂને છત ઉપર કે ઘરની બહાર ના રાખવું જોઈએ. આવું કરશો તો ચોરી અને દુર્ઘટનાઓનો ખતરો વધી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને જનરલ માન્યતાઓ અને ચર્ચાઓને આધારિત છે. zee મીડિયા આની પુષ્ટી નથી કરતું.)