મેરેજ પહેલાં એકવાર જરૂર જાણી લેજો લગ્ન સાથે જોડાયેલી આ પાંચ વાતો, નહીં તો તકલીફ પડશે
ભારતીય સમાજમાં લગ્નનું ઘણું મહત્વ છે. લોકો આ દિવસની તૈયારીઓ મહિનાઓ અગાઉથી જ શરૂ કરી દે છે. પરંતુ જ્યારે લગ્નનો દિવસ નજીક આવે છે, ત્યારે ઘણી અંધશ્રદ્ધાઓ પણ જન્મે છે. જેને આજના સમય સાથે કોઈ લેવા-દેવા નથી.
Indian Marriage: એ વાતમાં કોઈ શંકા નથી કે જગ્યા અનુસાર માત્ર બોલ-ચાલની ભાષા જ નહીં કપડા પહેરવાની રીત પણ બદલાઈ જાય છે. એટલા માટે લગ્નની પેટર્ન ગમે તેવી હોય, પરંતુ ભારતીય સમાજમાં વિવાહને હંમેશાથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
લગ્નવાળા ઘરમાં જ્યાં એક બાજુ નવા પરણેલા યુગલ માટે મંગલ કામનાઓ કરવામાં આવે છે. ત્યાં જ સાથે સાથે મનમાં ઘણી અંધશ્રદ્ધાઓ પણ જન્મ લે છે. જેનો આજના સમય સાથે કોઈ સંબંધ નથી. આધુનિક સમયમાં આવી બાબતો પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ લાગે છે.
મહેંદી હે રચનેવાલી-
ઘણીવાર તમે સાંભળ્યું હશે કે, કન્યાની મહેંદી જેટલી ઘાટી હશે, તેનો પતિ તેને એટલો જ પ્રેમ કરશે. જોકે, ઘણા લોકો માને છે કે મહેંદીનો રંગ ગમે તેવો એટલે કે ડાર્ક હોય કે લાઈટ પતિનો પ્રેમ હંમેશા 100% હોવો જોઈએ. પતિ અને પત્ની વચ્ચેના સંબંધની ઊંડાઈ મહેંદીના રંગથી નક્કી નથી કરી શકાતી.
દંપતીનું બોન્ડિંગ તેમની વચ્ચેનો પ્રેમ અહીં સુધી કે, તેમની પસંદ અને નાપસંદ પણ બંનેના સારા તાલમેલ પર નિર્ભર રહે છે. જેનો અંદાજો લગ્ન પહેલા લગાવવો અશક્ય છે. હાં, જો તમે લવ મેરેજ કરી રહ્યા છો, તો તમને તમારા પાર્ટનરની કેટલીક આદતો પહેલેથી જ ખબર હશે.
તમારા લગ્ન જલ્દી થશે-
દરેક પંજાબી લગ્નમાં ચુડા સેરેમની પછી કલીરેની વિધિ હોય છે. આ દરમિયાન કન્યાની પ્રિય બહેનપણીઓ અથવા બહેનો તેને બંગડીમાં કલીરા બાંધે છે. આ કલીરાને અવિવાહિત બહેનપણીઓ કે બહેનનાં માથા પર ખનકાવે છે. જેના માથા પર કલીરા પડે તેના જલ્દી જ લગ્ન થશે તેવુ માની લેવામાં આવે છે.
આવી જ રીતે ખ્રિસ્તી સમુદાયમાં ફુલનો બૂકે ઉછાળવામાં આવે છે. આ બૂકે જેના હાથમાં આવે નેક્સ્ટ બ્રાઈડ બનવાનો વારો તેનો આવે છે એવુ માનવામાં આવે છે. જોકે, આ બંને રિતી-રિવાજ પાછળ હસી, ખુશી અને પ્રેમભાવ જોવા મળે છે. પરંતુ કલીરા પડવાથી કે બૂકે હાથમાં આવવાથી એવુ માનવુ વિચિત્ર છે કે, નેક્સ્ટ મેરેજ જે-તે વ્યક્તિના જ છે.
દીપક ઓલવાવો ન જોઈએ-
કેટલાક રિતી-રિવાજ કે પૂજા-વિધિની શરૂઆત લગ્ન પહેલા જ થઈ જાય છે. આ દરમિયાન તમે મોટાભાગના લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કોઈ પણ સંજોગોમાં પ્રક્ટાવેલો દીપક ઓલવાવો ન જોઈએ. આનું કારણ એ છે કે દીવો ઓલવવાથી હંમેશા નકારાત્મક વાઈબ્સ આવે છે. જેના કારણે મોટાભાગના લોકોના મનમાં કંઈક અજુગતું થવાનો ડર શરૂ થાય છે.
જોકે, આપણે આ જૂની વિચારસરણીને ખોટી નથી ઠેરવી રહ્યા. પરંતુ એ વાત પણ સાચી છે કે, કદાચ કોઈ કારણોસર દીપક ઓલવાઈ જાય. આવી સ્થિતિમાં તેને કોઈ અનિચ્છનીય ઘટનાનું નામ આપવું કે તેનાથી ડરવું ખોટું હશે.
ખરાબ નજરથી બચવા માટે કાજળ-
ભારતના કેટલાક વિસ્તારોમાં, વર અને કન્યાને લગ્નનાં થોડા દિવસો પહેલા જ લોખંડની ધાતુ પહેરાવવામાં આવે છે. જેથી તેમને કોઈની ખરાબ નજર ન લાગે. જ્યારે કેટલાક વિસ્તારોમાં કાજળનું ટપકું લગાવવુ શુભ માનવામાં આવે છે. કાળુ ટપકું હંમેશા કન્યાનું આકર્ષણ વધારે છે. પરંતુ ખરાબ નજરથી કેવી રીતે બચાવે છે, તે થોડુ સમજથી બહાર છે. આપણે માનીએ છે કે, દુલ્હનને વધુ સુંદર જોઈ મોટાભાગે લોકો તેના રંગ-રૂપની ચર્ચા કરે છે. પરંતુ તેનો અર્થ એમ બિલકુલ પણ નથી કે, કાળુ ટપકુ તેના માટે રક્ષા કવચ બની જશે.
નવવધૂ પહેલા જમણો પગ મૂકે-
જ્યારે કન્યા પ્રથમ વખત તેના સાસરિયામાં આવે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે તેણે ઘરના ઉંબરાને ઓળંગતી વખતે પહેલા જમણો પગ અંદર મૂકવો જોઈએ. કારણકે આમ કરવુ, તેના વૈવાહિક જીવન માટે શુભ માનવામાં આવે છે. એવામાં જો નવવધૂ ભૂલથી પણ ડાબો પગ ઘરમાં પહેલા મૂકે છે, તો તેને અશુભ માનવામાં આવે છે. પતિ-પત્નીના સંબંધો એકદમ શ્રેષ્ઠ છે, તો ત્યાં શુભ-અશુભ વસ્તુથી કોઈ ફેર નથી પડતો. હા, એવી જગ્યાએ આવી વાતોની ચોક્કસથી અસર પડે છે, જ્યાં પતિ-પત્નીના સંબંધોમાં સુમેળ ન હોય. જોકે, આવી વસ્તુઓ કે માન્યતા પાછળ કોઈ લોજિક હોઈ શકે છે. પરંતુ સોશિયલ મીડિયાના આ યુગમાં આવી વસ્તુઓ હસી-મજાક જેવી લાગે છે.