નવી દિલ્લીઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવાથી લઈને તેમાં વસ્તુઓ રાખવા  અને તેનો ઉપયોગ સારી રીતે કરવા માટે દરરોજ ની દિનચર્યા સુધી અમુક નિયમ બતાવ્યા છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનું પરિણામ માત્ર તમારે નહીં તમારા આખા પરિવારને ભોગવવું પડી શકે છે. જાણો આ ભૂલ વિશે કે જે વાસ્તુ ખામી સર્જે છે અને જીવનમાં ઘણી પરેશાનીઓ ઉભી કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારેય પણ વાસ્તુ સાથે જોડાયેલી આ ભૂલ કરશો નહીં:


1. વાસ્તુ સાથે જોડાયેલી આ નાની-નાની ભૂલોને કારણે મોટું નુકસાન થાય છે અને કેટલીકવાર તેની ભરપાઈ પણ શક્ય નથી હોતી. અજાણતા પણ, જો તમે અત્યાર સુધી આ ભૂલો કરી રહ્યા છો, તો તરત જ ઉઠો.


2.  વાસ્તુશાસ્ત્રના  અનુસાર સ્નાન કર્યાના તરત પછી તીક્ષ્ણ વસ્તુઓ નો ક્યારેય ઉપયોગ કરશો નહીં.. જેમ કે નેઇલ કટર, રેઝર નો ઉપયોગ કરશો નહીં.


3. સ્નાન કર્યા બાદ બાથટબમાં ક્યારેય પણ ગંદુ પાણી રાખશો નહીં. વાસણ અથવા તો કપડા ધોયા બાદ પણ ગંદુ પાણી ટબમાં રાખશો નહીં.  આ કરવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં ગંદુ પાણી રાખવાથી ઘર નકારાત્મક ઉર્જા થી પણ આવી શકે છે. તેનાથી અનેક પ્રકારના નુકસાન થાય છે.


4.  આના સિવાય સ્નાન કર્યા બાદ બાથરૂમમાં ફ્લોરને  ક્યારેય ગંદા ન રહેવા દો. ભીના કપડાને લાંબા સમય સુધી બાથરૂમમાં ન રાખો. આમ કરવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.


5. પરણેલી સ્ત્રી પોતાની માંગ પર સિંદૂર લગાવે છે. પણ વાળ ધોયાના પછી તરત જ પોતાની માંગમાં સિંદૂર ન લગાવવું જોઈએ. આવું કરવાથી તેમને તણાવ થવાની શક્યતા  રહે છે. સાથે જ ઘરની સુખ- શાંતિ પણ જળવાતી નથી. હમેશાં સ્નાન કર્યાના  થોડા સમય પછી સિંદૂર લગાવવું જોઈએ.


6. ઘરમાં ક્યારેય પણ નળમાંથી પાણી લીક થવા ન દો.તેનાથી આર્થિક નુકસાન થાય છે. જો ઘરમાં પાણી ટપકતું હોય તો તેને તાત્કાલિક ઠીક કરો.


7. ઘરમાં પાણી ભરવાના વાસણો ખાલી ન રાખો. બાથરૂમની ડોલ હોય કે રસોડાનાં વાસણો, ખાસ કરીને રાત્રે તેને ભરેલા રાખો. આ તમને મુશ્કેલીઓ થી બચાવશે.


(નોંધ - અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતા ઓ અને માહિતી પર આધારિત છે. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)