શરીર પર આ 7 નિશાન વાળી મહિલાઓ હોય છે કિસ્મતવાળી, દરેક જગ્યાએ થાય છે સફળ
નવી દિલ્લીઃ ગુજરાતમાં એક કહેવત છે. દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જેને કોઈક લેડી લક કહે છે, તો કોઈ ઘરમાં સ્ત્રીના પગલા પડે તેને શુભ માન છે. પિતાનું ઘર હોય કે સાસરી મહિલાઓને દરેક જગ્યાએ દેવીરૂપે પુજવામાં આવે છે. ભાગ્યશાળી હોવાના આ સંકેત મહિલાઓના શરીર પરના નિશાન પરથી મળે છે. દરેક વ્યક્તિઓ ઈચ્છે છે કે તેના જીવનના દરેક પડાવમાં તેને કિસ્મતનો સાથ મળે. મહિલાઓ અને પુરુષ બંનેના શરીર પર અમુક એવા નિશાન હોય છે જે ભાગ્યશાળી હોવાના સંકેત માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ આવા નિશાન ક્યા હોય છે.?
1. પગ પર તલ-
સામુદ્રિક શાસ્ત્ર મુજબ જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર ત્રિકોણનું નિશાન હોય તો તે બુદ્ધિશાળી અને સમજદાર કહેવાય છે. કહેવાય છે કે આવી મહિલાઓ હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહેતી હોય છે.
2. નાભિ પાસે તલ-
એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રીની નાભિની નીચે અથવા તેની આસપાસ તલ તો તે પરિવાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નિશાન ન માત્ર તેમને ભાગ્યશાળી બનાવે છે, પરંતુ સુખ અને સમૃદ્ધિ પણ સૂચવે છે.
3. પગનો અંગૂઠો-
એવું કહેવાય છે કે જે સ્ત્રીનો અંગૂઠો લાંબો હોય તેને જીવનમાં ઘણું જ દુ:ખ સહન કરવું પડે છે. પરંતુ જો કોઈ મહિલાનો અંગૂઠો પહોળો, ગોળ અને લાલ હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
4. પગના તળિયામાં તલ-
શાસ્ત્રો અનુસાર જે મહિલાઓના પગના તળિયા પર શંખ, કમળ અથવા ચક્રનો આકાર બને છે, તેવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓ કાં તો પોતે મોટી હોદ્દા પર હોય છે અથવા પાર્ટનર તેમના ભાગ્યના કારણે સારી જગ્યા પર પહોંચી જાય છે.
5. નાક પર તલ-
જો કોઈ સ્ત્રીના નાકની આસપાસ તલ હોય, તો તે નિ:સંદેહ ગુડલકનું સ્વરૂપ છે. આવી સ્ત્રીઓના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
6. જીભની બનાવટ-
જે મહિલાઓની જીભ ખૂબ જ કોમળ અને ગુલાબી હોય છે તે ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. આવી મહિલાઓના ઘરમાં રહેવાથી પરિવારમાં હંમેશા ખુશીનું વાતાવરણ બને છે.
7. આંખ-
હરણ જેવી સુંદર આંખોવાળી સ્ત્રીઓ પણ ખૂબ નસીબદાર હોય છે. આવી સ્ત્રીઓ પ્રેમ અને ખુશીની ભેટ લાવે છે. જો આંખનો ખૂણો લાલ હોય તો તે સ્ત્રીના ભાગ્યશાળી હોવાની નિશાની છે.
(નોંધઃ અહીં દર્શાવાયેલી તમામ માહિતી સામાન્ય જાણકારી અને વિવિધ વેબસાઈટ પર આધારિત છે. ઝી 24 કલાક તેની કોઈ પ્રકારની પુષ્ટી કરતું નથી.)