Shravan Somwar: શ્રાવણ માસને હિન્દુ શાસ્ત્રોમાં સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં લોકો પૂજા અર્ચના કરીને મહાદેવને પ્રશ્ન કરતા હોય છે. ત્યારે આ મહિનામાં વ્રત કરાય કે ન કરતાય અને કોણે વ્રત ન કરવું જોઈએ એ વાત પણ જાણવા જેવી છે. સોમવારે ઘણાં લોકો ઉપવાસ કરતા હોય છે. એમાંય શ્રાવણ માસમાં સોમવારના ઉપવાસ અને વ્રતનું અનેરું મહત્ત્વ હોય છે. ત્યારે શું વ્રતના મહિમા સાથે જોડાયેલી આ વાત તમને ખબર છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છેકે, શ્રાવણ માસમાં સોમવારે વ્રત રાખવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી હિંદુ ધર્મમાં શ્રાવણના સોમવારે વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે. પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે વ્રત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવના ભક્તો સોમવારનું વ્રત રાખે છે અને વિધિ-વિધાનથી તેમની પૂજા કરે છે. જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે, પરંતુ કેટલાક લોકોને સોમવારે ઉપવાસ કરવાની મનાઈ છે.


કોણે ન કરવું જોઈએ સોમવારનું વ્રત?
સોમવારે વ્રત કરવાથી ખુબ શુભ ફળ મળે છે. એમાંય એ શ્રાવણ માસનો સોમવાર હોય તો ફળ બમણાંથી પણ બમણું થઈ જાય છે. શ્રાવણના સોમવારના દિવસે નાના બાળકોથી લઈને ઘરના વડીલો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરે છે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારના દિવસે ઉપવાસ અમુક સંજોગોમાં ન કરવો જોઈએ.


1. ઘરના વડીલોએ સોમવારે વ્રત ન રાખવું. વધતી ઉંમર સાથે શરીર નબળું પડતું જાય છે. આવી સ્થિતિમાં વૃદ્ધ લોકોએ ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ.


2. ચોમાસું આવતાની સાથે જ ગળામાં દુખાવો, તાવ જેવી અનેક વાયરલ બીમારીઓ લોકોને પોતાનો શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં બીમારીથી પીડિત વ્યક્તિએ શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ.


3. સગર્ભા સ્ત્રીઓએ શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ. આ અજાત બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. સગર્ભા સ્ત્રીઓ શ્રાવણ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરી શકે છે.


4. જો હાલમાં જ તમારી કોઈ સર્જરી થઈ હોય અથવા તમને કોઈ પ્રકારની ઈજા પહોંચી હોય તો એવા લોકોએ પણ ઉપવાસ કે વ્રત ન રાખવું જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)