નવી દિલ્હીઃ સમાજમાં અનેક પ્રકારની માન્યતાઓ પ્રવર્તમાન હોય છે. આવી માન્યતાઓ આપણાં જીવનમાં ઘર કરી ગઈ હોય છે. એમાંય કેટલીક માન્યતાઓમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાતની પણ સામેલ હોય છે. આવી જ કેટલીક માન્યતાઓ બિલાડી સાથે સંકળાયેલી છે. બિલાડી રસ્તો કાપી જાય તો ખરાબ કહેવાય. એવું ઘણાં લોકો માનતા હોય છે. ત્યારે જાણીએ આવીશ રસપ્રદ વાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણા સમાજમાં ઘણી વસ્તુઓમાં શુભ-અશુભ માનવામાં આવે છે. આસપાસના લોકો પાસેથી જાણેલી વાતો સાંભળીને દરેક વસ્તુઓમાં લોકો પોતાની રાય બનાવી લેતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યાં છીએ બિલાડીની. બિલાડીને લઈને આપણા સમાજમાં ઘણો અંધવિશ્વાસ જોડાયેલો છે. માન્યતા છે કે, બિલાડી કોઈના ઘરમાં રડે તો તેનો મતલબ છે કે, તે કોઈ મૃત્યુનો ઈશારો કરી રહી છે. બિલાડી રડે એટલે ઘરમાં કોઈના મૃત્યુનો સંકેત છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર બિલાડી ઝઘડતા કે રડતા જોવા મળે તો પરિવારમાં રહેલા વ્યક્તિનું કામ સફળ નથી થતું. જો કોઈ સૂતેલા વ્યક્તિના પગને બિલાડી સુંઘે છે તો તે વ્યક્તિ જલદી બિમાર થઈ જાય છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube