Ahmedabad News : લોકસભાની ચૂંટણીના પરિણામો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલ સૌની નજર લોકસભાની ચૂંટણીના પરિણામ પર છે. અનેક લોકોના ભાવિ બનશે, અને અનેકોના સપના રગદોળાશે. કેટલાક એક્ઝિટ પોલના આંકડા એનડીએને સ્પષ્ટ બહુમતી આપી રહ્યાં છે, તો કેટલાક INDIA ગઠબંધનને બેઠકો મળશે તેવું કહી રહ્યાં છે. આ રાજકીય તજજ્ઞોએ પણ પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. ત્યારે ગુજરાતના જ્યોતિષે પણ આવતીકાલના પરિણામને લઈને મોટી આગાહી કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર 
ZEE 24 કલાકની ટીમે જ્યોતિષાચાર્ય ચેતન પટેલ સાથે કરી ખાસ વાતચીત કરી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સત્તાનું સુકાન સંભાળશે. તેમણે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની કુંડળી તુલા લગ્નની છે. લગ્નનો યોગી ગ્રહ શની કહેવાય. જ્યારે ગોચરમાં શનિ શુભ બને ત્યારે તેમનો મોટો રાજયોગ બને છે. 


અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજથી વધુ રૂપિયા ચૂકવવા પડશે, આ રહ્યો Toll Tax નો નવો ભાવ


 


સ્માર્ટ મીટરનું બેસણું : વડોદરામાં જૂના મીટર લગાવવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા લોકો