નવી દિલ્હીઃ શનિવાર અને મંગળવાર હનુમાનજીને પ્રિય છે. એમાંય શનિવારે હનુમાનજીની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ હનુમાનજી સાથે વિશેષ સંબંધ ધરાવે છે. જો તમે હનુમાનજી સાથે શનિવારે રામજીના દર્શન કરવા જાવ છો તો હનુમાન જલ્દી પ્રસન્ન થાય છે. જો તમે શનિવારે હનુમાન ને સિંદૂર અર્પણ કરો છો તો તમારી મનોકામના પૂર્ણ થશે. જોકે તમારે સિંદૂર ચઢાવતી વખતે શ્રી રામ અને સીતાનો જાપ કરવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાનજી ને પ્રસન્ન કરવા એકદમ આસાન છે. જો તમે પૂર્ણ શ્રદ્ધા સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરશો તો તમે ચોક્કસ તેમના આર્શિવાદ મેળવી શકશો. કળિયુગમાં પણ હનુમાનજી જીવતા જાગતા છે, જ્યાં શ્રી રામની પૂજા કરવામાં આવે છે, ત્યા હનુમાનજી અવશ્ય આવે છે. હનુમાનજી રામના પ્રખર ભક્ત છે, જો રામની પૂજા કરવામાં આવે તો હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. જો તમે દર મંગળવારે હનુમાનજી ની પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા કરશો તો તમને લાભ થઇ શકે છે.


હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે હનુમાન મદિરમાં જઈને તેમની સમક્ષ તલના તેલનો દીવો પ્રગટાવો જોઈએ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આવું કરવાથી હનુમાન જલ્દી પ્રસન્ન થાય છે. આ સિવાય તમારે મંગળવારના દિવસે જો તમે દર્શન કરીને આવ્યા પછી સાંજે બુંદીના લાડુ પ્રસાદ તરીકે અર્પણ કરો છો તો તમને લાભ મળશે. જો તમે શનિવારના દિવસે 11 પીપળના પાન લઈને તેના પર સિંદૂર વડે હનુમાનજી લખી દો અને તેને પાણીમાં વહાવી દો. ત્યારબાદ હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ. આવું કરવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે.


 



હનુમનાજીને ફટકડી અર્પણ કરીને જો તમે 101 વખત તેમના નામનો જાપ કરો છો તો તમને ખરાબ સપનાં આવવાનું બંધ થઈ જશે અને તમારા મગજ પણ હંમેશા શાંત રહેશે. હનુમાનજી સાથે સુંદરકાંડ સંકળાયેલ છે અને જે જગ્યા પર તેનો પાઠ કરવામાં આવે છે ત્યાં અવશ્ય હનુમાનજી આવે છે અને આર્શિવાદ આપે છે. જોકે તમારે સુંદરકાંડ હંમેશા સાંજે સાત વાગ્યા પછી જ વાંચવો જોઈએ અને તેનો પાઠ કરતા પહેલા તમારી પાસે ઘીનો દીવો પણ કરવો જોઈએ. આનાથી તમને શુભ ફળ મળશે અને પૈસાની તંગીનો પણ સામનો કરવો પડશે નહીં.


(નોંધઃ અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે, ઝી મીડિયા તેની પુષ્ટી કરતું નથી.)