આજે નાથનો નેત્રોત્સવ : શું છે નેત્રોત્સવ વિધિ? રથયાત્રા પહેલા કેમ ભગવાનના આંખે પાટા બાંધી દેવામાં આવે છે
Rathyatra 2024 : 15 દિવસ મોસાળમાં રહીને ભગવાન જગન્નાથ આજે મંદિર પરત ફર્યાં, ત્યારે જગન્નાથ મંદિરમાં ખાસ નેત્રોત્સવ વિધિ કરાઈ, ભગવાનને દેશી ઘીના માલપુઆનો પ્રસાદ ધરાવાશે
Ahmedabad News સપના શર્મા /અમદાવાદ : જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથ મોટા ભાઈ બલભદ્ર અને લાડકી બહેન શુભદ્રા સાથે મોસાળથી નિજ મંદિરે પરત ફર્યા છે. 15 દિવસ મોસાળમાં ભક્તોના લાડકોડનો સ્વીકાર કરી ભગવાન ફરી પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે આજે નિજ મંદિરે નેત્રોત્સવની પૂજાવિધિ કરવામાં આવી રહી છે. ભગવાનના નેત્રોત્સવ પૂજનના દર્શન દરેક ભક્ત માટે એક લ્હાવો હોય છે અને એટલા માટે જ આજે વહેલી સવારથી જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટાયું.
- આજે ભગવાનને કાલી રોટી ધોળી દાળનો ભોગ ધરાવાયો
- ભગવાનને ભોગ ધારાવ્યા બાદ સાધુ સંતોનું સન્માન કરાશે
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાધુ સંતોનું કરશે સન્માન
- વહેલી સવારથી ભગવાનના ભોગની તૈયારીઓ શરુ કરવામાં આવી
- દેશી ઘીમાં માલપુવાનો પ્રસાદ બનાવાયો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મંદિર ઉપર ધ્વજારોહણ કરશે
રથયાત્રાના પર્વની ઉજવણીમાં નેત્રોત્સવની વિધીનો અનેરો મહત્વ છે. કહેવાય છે કે ભગવાનને મોસાળમાં એટલો પ્રેમ મળે છે કે તેમની આંખો આવી જાય છે. એટલા માટે જ જયારે ભગવાન નિજ મંદિરે પહોંચે છે ત્યારે તેમની આંખો ઉપર પાટા બાંધવામાં આવે છે. આ પાટા એટલે ઉપેર્ણા. જે નેત્રોત્સવ વિધિ બાદ સૌને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. નેત્રોત્સવ વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ શાસ્ત્રોક્ત મંત્રોઉચ્ચાર સાથે ભગવાનની પૂજા કરશે. પૂજા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મંદિર ઉપર ધ્વજારોહણ કરશે.
અંબાલાલ પટેલની આગાહી : આ તારીખે એવું ડિપ ડિપ્રેશન આવશે કે આખા ગુજરાતમાં આવશે પૂર
નેત્રોત્સવમાં છુપાયેલો છે સામાજિક કલ્યાણનો માર્ગ
નિજ મંદિરે આજે સવારે 8 વાગે ભગવાનના નેત્રોત્સવની શાસ્ત્રોક્ત મત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું. નેત્રોત્સવની પૂજાવિધિ આધ્યાત્મિક આસ્થાની સાથોસાથ સમાજમાં આરોગ્યને લઇ લોકોમાં જાગૃતતા પણ લાવે છે. હાલની સીઝન મુજબ આંખ આવવાની (કંજક્ટિવિટી) સમસ્યા લોકોમાં સામાન્ય છે. એવામાં પોતાને ક્વોરેન્ટાઇન કરવાથી લઇ આરોગ્યની સંભાળ રાખવી એ પણ આજના દિવસનો મુખ્ય ઉદ્દેશ છે.
ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહે આપ્યા મોટા સંકેત
શું છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને ત્યારબાદ ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજોની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
અષાઢી બીજના દિવસે પાટા ખોલાશે
હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજા રોહણની વિધિ કરવામાં આવશે અને પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.
રથયાત્રાના બે દિવસ પહેલા જગન્નાથ મંદિરે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. આજે ફરીવાર શહેર પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. શહેર પોલીસ કમિશ્નરે મંદિરના ટ્રસ્ટીઓ સાથે મળી રૂટ નિરીક્ષણ કરશે. આવતીકાલે પણ અમદાવાદ પોલીસ રૂટ નિરીક્ષણ કરશે. શાંતિભર્યા માહોલ વચ્ચે ભક્તો જગતના નાથના દર્શન કરી શકે તેવો ઉદ્દેશય છે.
દુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવન