Rangmahal Temple: આજે દેશભરમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. કૃષ્ણ નગરી વૃંદાવનમાં આજે અનોખો માહોલ છે. અહીં એક એવું મંદિર છે, જ્યાં એવી માન્યતા છે કે આજે પણ ભગવાન કૃષ્ણ દરરોજ અહીં આવે છે. આ મંદિરનું નામ રંગમહલ મંદિર છે. વૃંદાવનનું આ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. આ મંદિરને લઈને લોકોમાં એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણ અને શ્રી રાધા દરરોજ રાત્રે અહીં રાસ કરવા આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરવાજો આપમેળે ખૂલે અને બંધ થાય છે
અહીંના પૂજારી જણાવે છે કે રંગમહેલ મંદિરનો દરવાજો દરરોજ સવારે આપોઆપ ખૂલે છે, જ્યારે રાત્રે દરવાજો આપોઆપ બંધ થઈ જાય છે. એવું કહેવાય છે કે અહીં માખણ રાખવામાં આવે છે જેથી ભગવાન કૃષ્ણ અહીં આવીને ભોજન કરી શકે.



નિધિ વનમાં રાસ રચવા આવે છે ભગવાન કૃષ્ણ!
આ મંદિરની નજીક એક જંગલ છે, જે નિધિ વન તરીકે ઓળખાય છે. આ જંગલ પણ ખૂબ જ રહસ્યમય સ્થળ છે. લોકો કહે છે કે ભગવાન કૃષ્ણ અને શ્રી રાધા મધ્યરાત્રિ પછી નિધિ વનમાં રાસ કરે છે. જ્યાં ભગવાન કૃષ્ણ રાધાજી સાથે નૃત્ય કરે છે ત્યાં લોકોને રહેવાની મનાઈ છે.



છૂપી રીતે જોવાનો પ્રયાસ કરતા બે જણા પાગલ થઈ ગયા 
પૂજારી જણાવે છે કે જે જગ્યાએ ભગવાન કૃષ્ણ રાસ કરે છે, ત્યાં બે વ્યક્તિઓએ પહેલા ગુપ્ત રીતે ભગવાનના દર્શન કરવાનું વિચાર્યું હતું, પરંતુ બીજા દિવસે સવારે તે બંને પાગલ થઈ ગયા હતા. તેમાંથી એક સંત હતા, જેમની સમાધિ અહીં બનાવવામાં આવી છે.


રાત્રે પક્ષીઓ પણ અહીં રોકાતા નથી
આ જગ્યાની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં તમે દિવસ દરમિયાન પક્ષીઓને જોઈ શકો છો, પરંતુ તેઓ રાત પડતાં જ અહીંથી નીકળી જાય છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ અહીં સાચા મનથી માંગે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)


દ્વારકામાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ કેમ બંધ છે, કૃષ્ણ ભક્તો પણ નથી જાણતા આ કારણ