ઝી બ્યૂરો, અમદાવાદઃ ભગવાન કૃષ્ણ એક એવા છે જેમના બાળસ્વરૂપને ખૂબ લડાવવામાં આવે છે, આજે પણ નાના બાળકોને ભગવાન કૃષ્ણના નામ આપવાનું માતા-પિતા કે તેમના પરિવાર પસંદ કરતા હોય છે. જો તમારા ઘરમાં દીકરાની રાશિમાં 'ક' અક્ષર આવતો હોય તો તમે અહીં બતાવવામાં આવેલા કૃષ્ણના નામો પરથી એક નામ રાખી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ભગવાન કૃષ્ણના જુદા-જુદા નામો:


કહાન: કૃષ્ણની જેમ આ નામ પણ 'ક' અક્ષરથી શરૂ થાય છે, ભગવાન કૃષ્ણને 'કહાન' નામથી પણ બોલાવવામાં આવે છે.


કનૈયા: કૃષ્ણ ભગવાનનું સૌથી લોકપ્રિય નામ કનૈયા છે, કનૈયા કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપનું લોકપ્રિય નામ છે. કનૈયાનો અર્થ થાય છે કિશોરાવસ્થા


કનન:  જો તમે તમારા પરિવારમાં 'બેબી બોય' માટે મોડર્ન કે યુનિક નામ શોધતા હોવ તો 'બેબી બોય'નું નામ કનન પણ રાખી શકો છે. કનન પણ કૃષ્ણ ભગવાનનું એક નામ છે.


કરનીશ: શ્રી કૃષ્ણ ભગવાનના આ નામનો અર્થ થાય છે દયા અને પ્રેમના ભગવાન.. કૃષ્ણ પોતાના ભકતો માટે પ્રેમનો સ્ત્રોત અને દયાના સાગર હતા જેથી તેમને 'કરનીશ' પણ કહેવામાં આવે છે.


કેયૂર: કેયૂર નામ તો આમ પહેલેથી લોકપ્રિય છે. ભગવાન કૃષ્ણના ઘરેણાઓને કેયૂર કહેવામાં આવે છે. એક ફૂલનું નામ પણ કેયૂર છે.


કુણાલ: આ નામ ખૂબ જ જાણિતું છે. પ્રાચીન ઋષિનું પણ નામ કુણાલ હતું. કુણાલનો અર્થ થાય છે કમળ, એક પક્ષી, અને સ્વર્ણ થાય છે.


કુંદન: આ નામ ખૂબ જ સુંદર અને પ્રેમભાવ ભર્યું છે. કુંદન નામને કૃષ્ણ ભગવાનનું યુનિક નામ પણ કહી શકાય છે. કુંદન નામનો અર્થ થાય છે શુદ્ધ, સુંદર,ચમકીલુ, પ્યારુ અને હીરો
 
કૃદય: આ નામ પણ આજના સમયમાં યુનિક નામ છે. કૃદય ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક નામ છે.


કૃષ: આ નામને ખૂબ પસંદ કરવામાં આવે છે.ભગવાન કૃષ્ણને નાનુ કરીએ તો કૃષ નામ બને છે. તમે પણ તમારા પરિવારમાં 'બેબી બોય'નું નામ કૃષ રાખી શકો છો.


કન્નૂ: ઘરમાં બોલાતા નામ એટલે કે NICK NAME માટે આ નામનો ઉપયોગ કરી શકાય છે. કન્નૂ નામનો અર્થ થાય છે સુંદર, રૂપવાન અને આકર્ષક


કેશવ: કૃષ્ણજીનું આ નામ ખૂબ જ લોકપ્રિય છે. ભગવાન વેંકટેશ્વર અને ભગવાન વિષ્ણુને કેશવ નામથી ભજવામાં આવે છે. લાંબા વાળ વાળાને કેશવ કહેવામાં આવે છે.


કૃષ્ણેન્દુ: આ નામ દક્ષિણ ભારતમાં ખૂબ પસંદ કરાય છે. ભગવાન કૃષ્ણને કૃષ્ણેન્દુ પણ કહેવામાં આવે છે. કૃષ્ણેન્દુનો અર્થ થાય છે પૃથ્વીના દેવતા કે રાજા


શ્રી કૃષ્ણના ક અક્ષર સિવાયના નામ


નીલેશ: ભગવાન કૃષ્ણને 'નીલેશ' નામથી પણ ઓળખવામાં આવે છે. નીલેશ નામનો અર્થ થાય છે ચંદ્રમાં અથવા ચાંદ


શોભિત: જો તમારા ઘરમાં દીકરાની રાશિ કુંભ હોય તો આ નામ રાખી શકાય છે. શોભિત નામનો અર્થ થાય છે આભૂષિત,સુંદર અને રૂપવાન


ત્રિવેશ: આ નામ ઘણુ યુનિક છે અને તમને પસંદ પણ આવી શકે છે. ત્રિવેશ નામનો અર્થ થાય છે જે ત્રણ વેદોનો જાણકાર હોય.


વિઆંશ: જે પૂરા મનથી જીવન જીવવા માગે છે તેને વિઆંશ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના અંશને પણ વિઆંશ કહેવામાં આવે છે.