Mysterious Place Of India: આમ તો રામાયણના દરેક પ્રસંગ લોકોના દિલમાં વસે છે. પરંતુ સૌથી વધારે સીતા સ્વયંવરનો પ્રસંગ લોકોને યાદ રહે છે. જ્યારે શ્રીરામ શિવજીનું ધનુષ ભંગ કરે છે તો ભગવાન પરશુરામ આવે છે. આ પ્રસંગ ઉપરાંત પણ તમે ભગવાન પરશુરામ અને તેની ફરસી વિશે સાંભળ્યું હશે.. ભગવાન પરશુરામે તેના ફરસાથી પૃથ્વીને નક્ષત્રિ કરી હતી. ભગવાન પરશુરામનો આ ફરસો આજે પણ ધરતી પર સ્થાપિત છે. એવો દાવો કરવામાં આવે છે કે ઝારખંડની રાજધાની રાંચી થી 150 કિલોમીટર દૂર ગુમલા જિલ્લામાં એક નાનકડી ટેકરી પર ટાંગીનાથી મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન પરશુરામનો ફરસો સ્થાપિત છે. આ ફરસો એટલો વિશાળ છે કે તેને કોઈ હલાવી પણ ન શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ મંદિરમાં સૌથી પહેલી પૂજા કરે છે અશ્વત્થામા, જાણો મંદિર સાથે જોડાયેલા રહસ્યો વિશે


આ ફરસા વિશે એવી પણ માન્યતા છે કે જે પણ વ્યક્તિ તેની સાથે છેડછાડ કરે છે તેને ગંભીર પરિણામ ભોગવવા પડે છે. લોકોનું કહેવું છે કે વર્ષો પહેલા કેટલાક લોકોએ આ ફરસાને જમીનમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ફરસાને તો કંઈ ન થયું પરંતુ જે લોકોએ આવી હિંમત કરી હતી તેમના એક પછી એક મૃત્યુ થવા લાગ્યા. 


જમીનમાં રાખેલા ફરસાની રોચક કથા


આ પણ વાંચો: એલચીને પીળા કપડામાં બાંધી કરી લો આ ઉપાય, રૂપિયા ગણતા ગણતા થાકશો એટલી થશે આવક


આ જગ્યા પર પરશુરામનો ફરસો હોવાની પાછળ પણ એક રસપ્રદ કથા છે. જનકપુરીમાં જ્યારે માતા સીતાનો સ્વયંવર થયો હતો ત્યારે ભગવાન શ્રી રામ એ શિવજીનું ધનુષ તોડ્યું અને તેના અવાજથી પરશુરામ ક્રોધિત થઈ જનકપુરી પહોંચી ગયા હતા. જ્યારે તેમને ખબર પડી કે શ્રીરામ ભગવાન વિષ્ણુને જ અવતાર છે તો તે પોતાના ક્રોધ પર લજ્જિત થયા અને પ્રાયશ્ચિત કરવા માટે તેમણે પોતાનો ફરસો આ જગ્યા ફેક્યો અને તેના કારણે તે જમીનમાં જતો રહ્યો. ત્યાર પછી તેઓ જંગલમાં તપ કરવા જતા રહ્યા. ભગવાન પરશુરામના ફરસાની ઉપરાંત આ જગ્યા પર ભગવાન પરશુરામના પદચિન્હ પણ આવેલા છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)