Lucky Zodiac Signs: નવગ્રહોમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ સૌથી શુભ માનવામાં આવે છે. સ્વયં મહાદેવે તેમને નવગ્રહમાં સ્થાપિત કરેલા છે. ગુરુ ગ્રહ વ્યક્તિને જ્ઞાન ધન ભાગ્ય વિવાહ અને સંતાન આપે છે. દેવગુરુ બ્રહસ્પતિ હાલ વૃષભ રાશિમાં ગોચર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવગુરુ બૃહસ્પતિ એક મહત્વપૂર્ણ ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તે વ્યક્તિ જીવનમાં દરેક સુખ ભોગવે છે. દેવગુરુ બૃહસ્પતિ જો કોઈપણ મહેરબાન થઈ જાય તો તેને રાતોરાત ગરીબમાંથી અમીર પણ બનાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ ચક્રની 4 રાશિ એવી છે જેમને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ પ્રાપ્ત થયા છે આ 4 રાશિના લોકો જીવનમાં અપાર સફળતા, સમૃદ્ધિ અને સૌભાગ્ય મેળવે છે.


આ પણ વાંચો: 15 ડિસેમ્બરે સૂર્ય ગુરુની રાશિમાં કરશે પ્રવેશ, 3 રાશિઓ ધનના ઢગલે બેસશે


દેવગુરુ બ્રહસ્પતિને પ્રિય રાશીઓ


કર્ક રાશિ 


કર્ક રાશિ ગુરુ ગ્રહની પ્રિય રાશિ હોય છે. આ રાશિના લોકો પર ગુરુ સદૈવ કૃપા વરસાવે છે. કર્ક રાશિના લોકો આજીવન સૌભાગ્ય અને સમૃદ્ધિમાં જીવે છે. તેમને જીવનમાં ઘણા બધા સુખ મળે છે. આ રાશિના લોકોને માન સન્માન પ્રાપ્ત થાય છે અને વૈવાહિક જીવન સુખી હોય છે. આ રાશિના લોકોને અપાર ધન લાભ પણ થાય છે. 


આ પણ વાંચો: વર્ષ 2025 આ રાશિઓ માટે વરદાન સમાન, શનિની ઢૈય્યા પુરી થતા સુખના દિવસો શરુ થશે


સિંહ રાશિ 


સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે જે ગુરુનો પરમ મિત્ર કહેવાય છે. આ રાશિના લોકો પર પણ ગુરુની કૃપા વરસથી રહે છે. આ રાશિના લોકો જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રાપ્ત કરે છે. સિંહના સિંહના લોકોમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણ હોય છે. ગુરુની કૃપાથી આ રાશિના લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહે છે. આ રાશિના લોકો તેના જીવનમાં અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. 


આ પણ વાંચો: વર્ષ 2025 માં આ રાશિઓ પર મહેરબાન રહેશે બુધ ગ્રહ, નવા વર્ષમાં ધનથી છલોછલ રહેશે તિજોરી


ધન રાશિ


ધન રાશિ દેવગુરુ બૃહસ્પતિની રાશિ છે. આ રાશિના લોકો સ્વભાવથી ઈમાનદાર, દયાળુ અને ઉત્સાહી હોય છે. આ રાશિના લોકો સ્વતંત્ર વિચાર ધરાવતા હોય છે. આ રાશિના લોકો જો લેખન કે સંપાદન કાર્ય સાથે જોડાયેલા હોય તો ખૂબ જ નામ અને ધન કમાય છે. આ રાશિના લોકો પોતાના કામ અને વ્યવસાયને વધારે મહત્વ આપે છે અને તેઓ પોતાના ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરે છે. 


આ પણ વાંચો: ગરીબમાં ગરીબને પણ રાતોરાત કરોડપતિ બનાવી શકે છે રાહુ, જાણો રાહુને પ્રસન્ન કરવાના ઉપાય


મીન રાશિ 


મીન રાશિના સ્વામી પણ દેવગુરુ બૃહસ્પતિ છે. આ કારણથી આ રાશિના લોકો પર ગુરુની ખાસ કૃપા રહે છે. આ રાશિના લોકો કલા સંગીત અને સાહિત્ય પ્રત્યે રુચિ ધરાવતા હોય છે. આ રાશિના લોકો દેવગુરુ વનસ્પતિની કૃપાથી જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. આ રાશિના લોકો ન્યાય કરવામાં વિશ્વાસ ધરાવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)