Navami Upay: આ વખતે શારદીય નવરાત્રિની મહાનવમી 23 ઓક્ટોબર અને સોમવારના રોજ આવી રહી છે. આ દિવસે નવરાત્રિ વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં નવરાત્રીના અંતિમ દિવસ નવમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે 9 દિવસના વ્રતની પૂર્ણાહુતિ માટે હવન અને કન્યા પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે નવમીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે તેમની પૂજા અને કેટલાક ઉપાય કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ નવરાત્રિના દિવસે કરવાના ચમત્કારી ઉપાયો વિશે.


આ પણ વાંચો:


રાશિફળ 23 ઓક્ટોબર: સોમવારે મેષ રાશિના લોકોએ રહેવું સમજીને, મિથુન રાશિનો ભાર થશે હળવો


Vastu Upay: ઘરમાં આ રીતે પ્રગટાવશો દીવો તો દિવસ-રાત વધતી રહેશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ


શરદ પૂર્ણિમાના દિવસે કરો પાનનો આ ઉપાય, દિવાળી સુધીમાં અચાનક થશે મોટો ધન લાભ


સારા સ્વાસ્થ્ય માટે


જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય તેમણે માં દુર્ગાને યાદ કરીને મહાનવમીના દિવસે દક્ષિણ-પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી રોગ અને દુશ્મનોનો નાશ થાય છે.


ઈચ્છા પૂરી કરવા માટે 


મહાનવમીના દિવસે દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ ભક્તિભાવથી પાઠ કરો. તેનાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.


સુખ સમૃદ્ધિ મેળવવા 


નવમીના દિવસે 2 થી 10 વર્ષની વયની 9 કન્યાઓની પૂજા કરો. તેમને ઘરે બોલાવો અને ભોજન કરાવો. સાથે જ વસ્તુઓ ભેટમાં આપો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.


પૈસાની તંગી દુર કરવા
 
નવમીના દિવસે માં દુર્ગાની મૂર્તિને ગંગા જળમાં વિસર્જિત કરો. પછી દુર્ગા રક્ષા સ્તોત્રનો પાઠ કરો. માતજી તમારા ઘરને સંપત્તિથી ભરી દેશે.


ધન પ્રાપ્તિના ઉપાય


મહાનવમીના દિવસે ઘરની શાંત જગ્યાએ ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસો. બેસવા માટે પીળા રંગના આસનનો ઉપયોગ કરો. ત્યારબાદ માં દુર્ગાની મૂર્તિ અથવા તસવીર સામે 9 દીવા પ્રગટાવો. ત્યારબાદ આ દીવાઓની સામે લાલ રંગના ચોખાનો ઢગલો કરો અને તેના પર શ્રીયંત્ર સ્થાપિત કરો ત્યારબાદ લક્ષ્મી મંત્રનો જાપ કરો. પૂજા પછી આ શ્રીયંત્રને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. આમ કરવાથી આર્થિક લાભ થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)