Mahabharat yudh Rules: મહાભારતનું યુદ્ધને ધર્મ યુદ્ધના નામથી ઓળખવામાં આવે છે. અંદરોઅંદર સંપત્તિ વિવાદ માટે બે પરિવારોની વચ્ચે આ યુદ્ધમાં ભારે જાનહાનિ અને માનહાનિ થઈ હતી. આમ તો પાંડવો તરફથી યુદ્ધને રોકવા માટે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ દુર્યોધન તરફથી તમામ પ્રયત્નોને અસફળ બનાવી દેવામાં આવતા હતા. પરિણામ એ આવ્યું કે સંપત્તિની લાલચમાં દુર્યોધન કોઈ પણ સ્થિતિમાં માત્ર યુદ્ધ કરવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે પાંડવોને ખરાબ રીતે હરાવવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે દરેક નિષ્ફળ પ્રયાસો બાદ બન્ને તરફથી સેનાઓ આમને સામને આવી તો યુદ્ધ માટે અમુક નિયમ નક્કી કરવામાં આવ્યા હતા. નિયમ બનાવતી વખતે ભીષ્મ પિતામહ, ગુરુદ્રોણાચાર્ય, કુલ ગુરુ કૃપાચાર્ય, વાસુદેવ કૃષ્ણ સહિત બન્ને પક્ષોના ઘણા પ્રમુખ વ્યક્તિ હાજર રહ્યા હતા. બન્ને પક્ષો તરફથી મુખ્ય વ્યક્તિઓએ મળીને જે નિયમ તૈયાર કર્યા તે કંઈક આ પ્રકારે હતા.


જાણો મહાભારત યુદ્ધના નિયમ


  • - સૂર્ય અસ્ત થયા બાદ કોઈ પણ યુદ્ધ લડવામાં નહીં આવે.

  • - એક યોદ્ધા સાથે એકવારમાં એક જ યોદ્ધા લડશે.

  • - આ યુદ્ધમાં મહિલાઓ ભાગ નહીં લે.

  • - કોઈ પણ શક્તિશાળી યોદ્ધા પોતાનાથી ઓછી શક્તિશાળી યોદ્ધા સાથે યુદ્ધ નહીં કરે.

  • - જો યુદ્ધ કરમિયાન મેદાનમાં કોઈ યોદ્ધા હથિયાળ હેઠા મૂકી દે તો કોઈ પણ સ્થિતિમાં તેની હત્યા કરવામાં આવશે નહીં.

  • - જો કોઈ ધનુર્ધર પોતાનું ધનુષ જમીન તરફ ઝૂકાવી દે તો આવી સ્થિતિમાં તે ધનુર્ધર પર બાણથી કોઈ પ્રહાર નહીં કરે.

  • - ગદા યુદ્ધ દરમિયાન કમરના નીચેના ભાગમાં વાર કરવામાં આવશે નહીં.

  • - કોઈ સૂતા વ્યક્તિ પર આક્રમણ કરી શકાશે નહીં.

  • - યુદ્ધ દરમિયાન પશુઓને નિશાને બનાવવામાં આવશે નહીં.


પરંતુ જ્યારે યુદ્ધ શરૂ થયું તો તમામે તમાર નિયમના ધજ્જિયા ઉડી ગઈ. બન્ને પક્ષો તરફથી પોત-પોતાની સુવિધા અનુસાર નિયમ તોડ્યા. જોકે, પૌરાણિક માન્યતાઓ અનુસાર સૌથી પહેલા કૌરવોએ યુદ્ધના નિયમ તોડ્યા હતા.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)