મહાભારતનું યુદ્ધ પૂરું થતા જ અર્જૂનનો રથ ભડ ભડ સળગી ઉઠ્યો હતો, કારણ હતું ચોંકાવનારું
રથ પર અર્જૂન અને શ્રીકૃષ્ણ ઉપરાંત પણ અન્ય બે જણ સવાર હતા. જેમને કોઈ જોઈ શકતા ન હતા. શું તમને ખબર છે આ વાત? કારણ કે રથ પર તો બે જણ હોવાનો ઉલ્લેખ છે.
મહાભારતનું યુદ્ધ પૂરા 18 દિવસ ચાલ્યું હતું. આ યુદ્ધમાં અનેક શૂરવીરો તથા લાખો યોદ્ધાઓના મોત થયા હતા. મહાભારતના યુદ્ધ સંલગ્ન અનેક રોચક માન્યતાઓ લોકોમાં જાણીતી છે. તેના રહસ્ય આજે પણ વણઉકેલ્યા છે. એવી જ એક માન્યતા છે કે 18માં દિવસે યુદ્ધ ખતમ થતા જ અર્જૂનનો રથ ભડ ભડ સળગવા માંડ્યો હતો. આ રથના બળવાનું કારણ શ્રીકૃષ્ણે જણાવ્યું હતું. યુદ્ધ દરમિયાન આ રથ પર સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણ અને યોદ્ધા તરીકે ધનુર્ધ અર્જૂન સિવાય અન્ય બે લોકો પણ સવાર હતા. કૃષ્ણના આગ્રહ પર અર્જૂનના રથની ટોચ પર ધ્વજા તરીકે હનુમાનજી બિરાજમાન હતા. આ સાથે જ રથના પૈડાને સ્વયં શેષનાગે સંભાળ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે આ યુદ્ધ ભયાનક થવાનું છે. આથી અર્જૂનના રથને સુરક્ષિત કરવા માટે આ બધા ઉપાય તેમણે કર્યા હતા.
ભડભડ સળગી ઉઠ્યો રથ
પરંતુ જેવું મહાભારતનું યુદ્ધ પૂરું થયું કે શ્રીકૃષ્ણએ અર્જૂનને નિર્દેશ આપ્યો કે જલદી રથમાંથી નીચે ઉતરો. અર્જૂન રથમાંથી નીચે ઉતર્યા બાદ તેઓ પોતે નીચે ઉતર્યા. આ બંનેના ઉતરતાની સાથે જ હનુમાનજી અને શેષનાગ પણ અંતર્ધ્યાન થઈ ગયા અને ત્યારે અર્જૂનનો રથ ભડભડ સળગી ઉઠ્યો હતો. જોત જોતામાં તો બળીને ખાખ થઈ ગયો.
આ જોઈને અર્જૂન દંગ રહી ગયો. ભગવાન શ્રીકૃષ્ણએ ત્યારે જણાવ્યું કે રથ પર હનુમાનજી અને શેષનાગ પણ બિરાજમાન હતા અને હું પણ સારથી તરીકે પથ પર હતો. આ રથતો ભીષ્મ પિતામહ, આચાર્ય દ્રોણાચાર્ય અને કર્ણના પ્રહારોથી પહેલેથી જ નષ્ટ થઈ ગયો હતો. પરંતુ અમે બધા બિરાજમાન હતા એટલે તે ફક્ત સંકલ્પોના આધારે ચાલતો હતો. હવે અમારા ઉતરવાની સાથે જ આ રથ ભસ્મ થઈ ગયો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)