Mahadhan Rajyoga: દૈવિક જ્યોતિષમાં બૃહસ્પતિને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે, જે લગભગ 18 મહિનામાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જ્યારે બૃહસ્પતિ મેષ રાશિમાં ઉદિત થાય છે, તો આ મહાધન રાજયોગ બને છે, જે એક અત્યંત શુભ યોગ છે અને સમૃદ્ધિ તથા લાભ લાવે છે. આ વર્ષે દેવગુરૂ બૃહસ્પતિ એપ્રિલના અંતમાં મેષ રાશિમાં ઉદય થયા હતા. ગુરૂના ઉદય થવાની સાથે ત્રણ રાશિઓની કુંડળીમાં મહાધન રાજયોગ બન્યો છે, જેની અસર આગામી 18 મહિના સુધી રહેશે. જાણો ગુરૂ ઉદયથી કઈ રાશિના જાતકોને આગામી વર્ષ સુધી થશે મહાલાભ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિઃ 
મહાધન રાજયોગ તમારી રાશિ માટે જબરદસ્ત સફળતા લઈને આવશે. તમે ધન અને સંપત્તિમાં વૃદ્ધિની સાથે નાણાકીય સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. ભૌતિક સુખ-સુવિધાઓ તમારા રસ્તામાં આવશે. પરંતુ આ શુભ સંયોગનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે તમારે ધૈર્ય તથા દ્રઢતા બનાવી રાખવાની જરૂરી છે. 


આ પણ વાંચોઃ આ શનિવારે બનશે ભદ્રા મહાપુરૂષ રાજયોગ, આ રાશિના જાતકોની બલ્લે-બલ્લે


સિંહ રાશિ
મહાધન રાજયોગથી તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમારૂ વ્યક્તિત્વ બીજાને આકર્ષિત કરશે અને તમારો આત્મવિશ્વાસ તમને યોગ્ય રસ્તાએ લઈ જશે. તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમે આર્થિક પ્રગતિનો અનુભવ કરશો. સમાજમાં તમારા નામની ઓળખ થશે. 


મકર રાશિ
મહાધન રાજયોગ તમારી આર્થિક સ્થિતિને સહારો આપશે. એક શાનદાર કરિયર તમારી પ્રતિક્ષા કરી રહ્યું છે. તમારા દ્રઢ નિશ્ચયથી તમે નવી સિદ્ધિઓ હાસિલ કરશો. દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. તમારી મહેનત તમારૂ બેન્ક બેલેન્સ વધારવામાં મદદરૂપ સાબિત થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તેદાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube