Mahadhan Rajyoga: વૈદિક જ્યોતિષમાં બૃહસ્પતિને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. જે લગભગ દર 18 મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જ્યારે બૃહસ્પતિ મેષ રાશિમાં ઉદત થાય છે ત્યારે આ મહાધન રાજયોગ બને છે. જે  એક અત્યંત શુભ સંયોગ છે. જે સમૃદ્ધિ અને લાભ લાવે છે. આ વર્ષે દેવગુરુ બૃહસ્પતિ એપ્રિલના અંતમાં મેષ રાશિમાં ઉદિત થયા હતા. ગુરુના ઉદય થવાની સાથે જ ત્રણ રાશિઓની કુંડળીમાં મહાધન રાજયોગ બન્યો છે. જેની અસર આગામી 18 મહિના સુધી રહેશે. ગુરુના ઉદયથી કઈ રાશિના જાતકોને મહાલાભ થશે તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
મહાધન રાજયોગ તમારી રાશિ માટે જબરદસ્ત સફળતા લાવશે. તમે ધન અને પ્રચુરતામાં વૃદ્ધિ સાથે નાણાકીય સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. ભૌતિક સુવિધાઓ તમારા રસ્તામાં આવશે. જો કે આ શુભ સંયોગથી પૂરેપૂરો  લાભ ઉઠાવવા માટે ધૈર્ય અને દ્રઢતા જાળવી રાખો. 


સિંહ રાશિ
મહાધન રાજયોગથી તમારી નેતૃત્વ ક્ષમમતા અને અધિકારમાં વધારો થશે. તમારું વ્યક્તિત્વ બીજાને આકર્ષિત કરશે અને તમારો આત્મવિશ્વાસ તમને યોગ્ય રસ્તે લઈ જશે. તમારું ઘર ખુશીઓતી ભરાઈ જશે અને તમે આર્થિક ઉન્નતિનો અનુભવ કરશો. સમાજમાં તમારી ઓળખ બનશે.


ગરોળીને ઝાડૂથી ન ભગાડતા, જો આ જગ્યાએ જોવા મળે તો અત્યંત શુભ, પગાર ડબલ થવાનો સંકેત


PM મોદીએ અમેરિકાથી આપ્યો સંદેશ, કહ્યું- એક વૈશ્વિક આંદોલન બની ગયું છે યોગ


Maharana Pratap: સમ્રાટ મહારાણા પ્રતાપ વિશે અજાણી વાતો, જે ભાગ્યે જ કોઈને ખબર હશે! 


મકર રાશિ
મહાધન રાજયોગ તમારી આર્થિક સ્થિતિને સહારો આપશે. એક શાનદાર કરિયર તમારી રાહ જોઈ રહી છે. તમે દ્રઢ નિશ્ચયથી અનેક ઉપલબ્ધિઓ મેળવશો. દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. તમારી મહેનત તમારા બેંક બેલેન્સને વધારવામાં મદદગાર સાબિત થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube