જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુની બદલાતી ચાલ વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. નવા વર્ષમાં ગુરુનું ગોચર ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. લગભગ 12 વર્ષ બાદ ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેનાથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. ગુરુ પણ શનિદેવની જેમ જ ધીમી ગતિથી ગોચર કરે છે. આવનારા સમયમાં મેષ રાશિમાંથી નીકળીને ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન મે મહિનામાં થશે જે કેટલાક માટે શુભ નીવડશે. ગુરુનું આ ગોચર કઈ રાશિઓ માટે ફાયદાકારક રહેશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આવનારા સમયમાં ગુરુનું ગોચર મેષ રાશિવાળા માટે ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે. આવકમાં વધારો થશે. ઘર પરિવારમાં સમૃદ્ધિનો માહોલ રહેશે. કરિયર અને આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જંક ફૂડનું સેવન ઓછું કરો. બિઝનેસ કરનારાઓને પ્રોફિટેબલ ડીલ મળી શકે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે ગુરુનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. તમારા અટકેલા કામ શરૂ થઈ જશે. કરિયરમાં પ્રમોશન સંબંધિત અનેક નવા ટાસ્ટ મળશે. ઘરવાળા સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. મન ખુશ રહેશે. લાઈફ પાર્ટનર સાથે ચીજોમાં સુધાર થશે. કુદરતના સાનિધ્યમાં સમય વિતાવવો પસંદ કરશો. 


કર્ક રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી ધન સંબંધિત સમસ્યા દૂર થશે. પરિવારનો સાથ મળશે. તણાવમુક્ત  બનશો. વેપારીઓને વિદેશથી સારી ડીલ મળી શકે છે. સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. સંતાન પક્ષ સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube