Mahashivaratri 2023: જે વ્યક્તિ પર શનિદેવની નજર પડે તેનું જીવન સંકટથી ઘેરાઈ જાય છે. જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ ઉપર ક્રોધિત થાય છે તો તેને બરબાદ થતાં કોઈ રોકી શકતું નથી. જે લોકો પર પનોતી કે સાડાસાતી શરૂ થાય છે તેના જીવનમાં સમસ્યાઓ આવે છે અને ધીરે ધીરે તેઓ કંગાળ થઈ શકે છે. હાલની વાત કરીએ તો કુંભ મકર અને કર્ક રાશિના લોકોની સાડાસાતી ચાલી રહી છે. જેના કારણે આ રાશિના લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Money Plant Tips: મની પ્લાન્ટના થડ પર આ ખાસ વસ્તુ બાંધી લો, પૈસા ચુંબકની ખેંચાશે


ઘરમાં ન ટકતા હોય રુપિયા અને કાર્યમાં મળતી હોય નિષ્ફળતા તો અજમાવો હળદરના અચૂક ટોટકા


મહાશિવરાત્રી 2023 ઉપાય


જો તમારી કુંડળીમાં પણ શનિ સંબંધિત કોઈ દોષ હોય અથવા તો શનિના કારણે જીવનમાં સમસ્યા આવી રહી હોય તો આ મહાશિવરાત્રી પર તમે કેટલાક ઉપાય કરીને આ સંકટથી મુક્તિ મેળવી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવના ક્રોધ થી બચવા માટે મહાશિવરાત્રી પર ભોળાનાથની પૂજા કરવી જોઈએ. આ સાથે જ શિવ મંત્રો નો જાપ પણ કરવો જોઈએ. 


મહાશિવરાત્રી પર કરો આ મંત્રનો જાપ


1. ઓમ ત્ર્યમ્બકમ યજામહે સુગન્ધીમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ્ર તિર્મુક્ષ્ય મમૃતાત્


2.રુદ્રાષ્ટકમ


નમામીશ મીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદ સ્વરૂપં ।
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચદાકાશ માકાશવાસં ભજેહં ॥


નિરાકાર મોંકાર મૂલં તુરીયં ગિરિજ્ઞાન ગોતીત મીશં ગિરીશં ।
કરાળં મહાકાલકાલં કૃપાલં ગુણાગાર સંસારસારં નતો હં ॥


તુષારાદ્રિ સંકાશ ગૌરં ગંભીરં મનોભૂતકોટિ પ્રભા શ્રીશરીરં ।
સ્ફુરન્મૌળિકલ્લોલિની ચારુગાંગં લસ્ત્ફાલબાલેંદુ ભૂષં મહેશં ॥


ચલત્કુંડલં શુભ્ર નેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકંઠં દયાળું ।
મૃગાધીશ ચર્માંબરં મુંડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ॥


પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખંડં અજં ભાનુકોટિ પ્રકાશં ।
ત્રયી શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેહં ભવાનીપતિં ભાવગમ્યં ॥


આ પણ વાંચો:


કેવી રીતે લગાવવો જોઈએ ભગવાનને ભોગ ? 99 ટકા લોકો નથી જાણતા સાચી રીત અને કરે છે ભુલ


કરજ મુક્તિ માટે મહાશિવરાત્રિ પર કરો આ ઉપાય, એક ઝટકામાં દુર થશે ચિંતા



શિવરાત્રી પર કરો આ કામ


જો તમારા જીવનમાં શનિ નો પ્રકોપ વરસી રહ્યો હોય તો મહાશિવરાત્રીના દિવસે આ રીતે પૂજા કરો. સૌથી પહેલા સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરીને તાંબાનો કળશ લઇ તેમાં પાણી ભરી તેની અંદર દૂધ, મિસરી અને ધતુરાના પાન ઉમેરો. ત્યાર પછી શિવ મંદિરમાં જઈને આ જળ શિવલિંગ પર અર્પણ કરો. સાથે જ રુદ્રાષ્ટકમ અને મહામૃત્યુંજય ના મંત્ર નો પાઠ કરો. આ ઉપાય કરવાથી મહાદેવની કૃપા તમારા પર વધશે અને શનિનો પ્રકોપ ઘટશે.