Mahashivratri 2024: આજે મહાશિવરાત્રિ...ભૂલેચૂકે ન કરતા આ 6 કામ, નહીં તો ભોળાનાથ કોપાયમાન થશે
કેટલાક કાર્યો એવા પણ છે જે આજના દિવસે કરવા જોઈએ નહીં. નહીં તો ભગવાન શિવ કોપાયમાન થઈ શકે છે. જાણો કયા કયા કામ શિવરાત્રિના દિવસે ન કરવા જોઈએ.
આજે મહાશિવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. આ તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ થયો હતો. ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવની વિશેષ આરાધના કરે છે. પરંતુ કેટલાક કાર્યો એવા પણ છે જે આજના દિવસે કરવા જોઈએ નહીં. નહીં તો ભગવાન શિવ કોપાયમાન થઈ શકે છે. જાણો કયા કયા કામ શિવરાત્રિના દિવસે ન કરવા જોઈએ.
કાળા વસ્ત્રો ન પહેરવા
મહાશિવરાત્રિના દિવસે ભૂલેચૂકે કાળા વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. કારણ કે જ્યોતિષમાં પૂજા સમયે કાળા કપડાંને નિષેધ ગણવામાં આવ્યા છે. આથી આ દિવસે કાળા કપડાં પહેરવા અશુભ ગણાય છે.
પ્રસાદ ન લેવો
શાસ્ત્રો મુજબ ભક્તોએ શિવલિંગ પર ચડાવવામાં આવતો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ નહીં. કારણ કે તેનાથી દુર્ભાગ્ય આવે છે. આ સાથે જ જીવનમાં દરિદ્રતાનો વાસ થાય છે.
આ ફૂલો ન ચડાવવા
ભગવાન શિવ અને શિવલિંગ પર ભૂલેચૂકે કેતકી અને ચંપાના ફૂલો ચડાવવા જોઈએ નહીં. કારણ કે એવું કહેવાય છે કે આ ફૂલોને ભગવાન શિવે શાપિત કર્યા હતા. આથી આ ફૂલો ચડાવવાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે.
તૂટેલા ચોખા ન ચડાવવા
ભોલેનાથની પૂજામાં ભૂલેચૂકે તૂટેલા ચોખા ચડાવવા જોઈએ નહીં. કારણ કે ચોખાને અક્ષત કહે છે અને અક્ષતનો અર્થ થાય છે-અટૂટ ચોખા. જે પૂર્ણતાનું પ્રતિક છે. આથી પૂજામાં આખા ચોખા ચડાવવા જોઈએ, તૂટેલા નહીં.
આ રીતે અર્પણ કરો બિલિપત્ર
અનેક લોકો શિવલિંગ પર બિલિપત્ર ચડાવતી વખતે કેટલીક ભૂલો કરે છે. આવામાં શિવલિંગ પર ત્રણ પાંદડાવાળા બિલિપત્ર ચડાવવા જોઈએ અને પાછળનો ભાગ તમારી બાજુ હોવો જોઈએ. આ સાથે જ તૂટેલા કે ફાટેલા બિલિપત્ર ચડાવવા જોઈએ નહીં.
કંકુ ન ચડાવવું
ભગવાન શિવની પૂજામાં કંકુનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ભોલેનાથની પૂજામાં કંકુનો ઉપયોગ વર્જિત ગણવામાં આવ્યો છે. કંકુની જગ્યાએ ચંદનનો ઉપયોગ કરી શકો છો.
આ ચીજો કરવાથી બચો
મહાશિવરાત્રિના દિવસે ભૂલેચૂકે ડુંગળી, લસણનું સેવન કરવું જોઈએ નહીં. આમ કરવાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે. દારૂનું પણ સેવન કરવાથી બચવું જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube