Rules of Mahashivratri 2024 Puja Thali: દેવોના દેવ મહાદેવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી આજે દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ માટે તમામ મંદિરોમાં સાજ સજાવટનો દોર શુક્રવાર મોડી રાત સુધી ચાલતો રહ્યો. મહાશિવરાત્રી પર ભગવાન શિવને અનેક ફળ અને ભાંગ-ધતુરો ચઢાવવાની પરંપરા છે. પરંતુ કેટલાક ફળ એવા છે જે મહાદેવને ભૂલેચૂકે અર્પણ કરવા જોઈએ નહીં. ધાર્મિક વિદ્વાનોનું કહેવું છે કે આમ કરવાથી મહાદેવ કોપાયમાન થાય છે  અને આખા પરિવારે તેનું પરિણામ ભોગવવું પડે છે. આવો જાણીએ એવા કયા ફળ છે જે ભોલેનાથને પસંદ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમાકુ વેપારીના ઘરે રેડમાં મળ્યું વર્ષો જૂનું પ્રિયા સ્કૂટર નંબર 4018, શું છે કહાની? 
Video: અંબાણીએ MS Dhoniને શિખવાડ્યા દાંડિયા, જુઓ બ્રાવો-સાક્ષી સાથે ડાંડિયા ડાન્સ


મહાદેવને આ ફળ નથી પસંદ
શિવપુરાણ મુજબ શિવલિંગ પર ક્યારેય તુલસીના પત્તા, હળદર, સિંદુર, કુમકુમ અર્પણ કરવા જોઈએ નહીં. તેમને નારિયેળ કે નારિયેળનું પાણી પણ પસંદ નથી. આથી આ ચીજોને ભૂલેચૂકે મહાશિવરાત્રી પર મહાદેવ પર ચઢાવવાની ભૂલ કરવી જોઈએ નહીં. આમ કરવાથી તેનું પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. 


AC રૂમમાં જતાં નાક બંધ થઇ જાય છીંકો આવે તો સાવધાન? તમને હોઇ શકે આ એલર્જી...!!!
ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લો આ પંખા, AC જેવી ઠંડી હવા આવશે પણ બિલ નહી આવે


આ કારણસર નથી પસંદ
ધાર્મિક વિદ્વાનો મુજબ તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું કહેવાય છે. તેઓ ભગવાન વિષ્ણુના અર્ધાંગિની છે. જ્યારે નારિયેળને પણ શ્રીફળ કહેવામાં આવે છે અને તેને પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે સિંદુર અને હળદર ગ્રહસ્થીની નિશાની ગણાય છે. ભગવાન શિવ તો ચિરકાલીન તપસ્વી છે. આવામાં જો આપણે આ ચીજો મહાદેવને અર્પણ કરીએ તો તેનાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે. 


લવ મેરેજ કરવાનું વધુ પસંદ કરે છે આ અક્ષરવાળા લોકો, પાર્ટનર માટે જીવ કરી દે છે કુર્બાન
iPhone યૂઝર્સ માટે ખુશખબરી, iOS 17.4 અપડેટમાં યૂઝર્સને મળશે 5 ધમાકેદાર ફીચર્સ


પૂજાની થાળીમાં સામેલ કરો આ વસ્તુ
જો તમે મહાશિવરાત્રી પર શિવ મંદિર જઈ રહ્યા હોવ તો તમારી પૂજાની થાળીમાં ધતુરાનું પૂલ, બદલી બોર, નિબોલી, કેળું અને સામાન્ય બોર રાખી શકો છો. આ ફળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના જાતકો પર કૃપા વરસાવે છે. તમે બિલિપત્ર, અને ભાંગ ધતૂરાના પત્તાને પણ પૂજાની થાળીમાં સામેલ કરી શકો છો. આમ કરવાથી પરિવારમાં ખુશહાલીનો સંચાર થાય છે. 


AC શરૂ કરતાં પહેલાં આ 5 કામ જરૂર કરાવી લો, આખો ઉનાળો ઠંડો બરફ જેવો રહેશે રૂમ
TV થી માંડીને AC અને પંખાના રિમોટને પછાડવાનું બંધ કરો, આ 5 ટિપ્સથી ટકાટક કરશે વર્ક


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


Tax Saving Options: ટેક્સ બચાવો અને મેળવો હોમ લોન પર છૂટ, 31 તારીખ પહેલાં પતાવી દો 5 જરૂરી કામ
300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર દુર્ભલ સંયોગ, આ 5 રાશિઓ પર શિવજી રહેશે મહેરબાન, થશે લાભ જ લાભ