Mahashivrartri 2024: મહાશિવરાત્રિની રાત હોય છે ચમત્કારી, જાગરણ કરવાથી થાય છે આ ફાયદા
Mahashivrartri 2024: આ વર્ષે 8 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રીનો પર્વ ઉજવાશે. આ દિવસે લોકો વ્રત પણ કરતા હોય છે અને શિવ પૂજા પણ કરે છે. જો કે શિવ પૂજાની સાથે જો આ રાત્રે જાગરણ કરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ થાય છે.
Mahashivrartri 2024: સનાતન ધર્મમાં મહાશિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ છે. મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે ધામધૂમથી મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે ભોળાનાથની પૂજા સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરવાની હોય છે.
આ પણ વાંચો: પૂજા સમયે કાંડા પર બાંધેલો લાલ દોરો કયા દિવસે છોડવો? 99 ટકા લોકો નહીં જાણતા હોય નિયમ
આ વર્ષે 8 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રીનો પર્વ ઉજવાશે. આ દિવસે લોકો વ્રત પણ કરતા હોય છે અને શિવ પૂજા પણ કરે છે. જો કે શિવ પૂજાની સાથે જો આ રાત્રે જાગરણ કરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ થાય છે.
શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીની રાત્રે જાગરણ કરી શિવજી અને માતા પાર્વતીની આરાધના કરવી જોઈએ. તેનાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ વ્રત કરનાર વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત કરી જાગરણ કરવાથી જીવનના બધા જ કષ્ટ દુર થાય છે.
મહાશિવરાત્રીની રાત્રે જાગરણ કરવાના ફાયદા
આ પણ વાંચો: Puja ke Niyam: આરતી પછી શા માટે બોલવામાં આવે છે કર્પૂરગૌરં મંત્ર ? જાણો કારણ
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીની રાત રહસ્યયમયી અને ચમત્કારી હોય છે. આ રાત્રે ધ્યાન કરવાથી ઊર્જા પ્રાપ્ત થાય છે.
- મહાશિવરાત્રીની રાત્રે જાગરણ કરો ત્યારે જમીન પર બેસીને ધ્યાન કરવાથી મન શાંત રહે છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીની રાત ઊર્જા અને જ્ઞાનથી ભરપુર હોય છે. તેનાથી વ્યક્તિમાં જ્ઞાન અને ઊર્જાનો વિકાસ થાય છે.
આ પણ વાંચો: Mahashivratri 2024: મહાશિવરાત્રી પર આ વિધિથી કરો શિવ પૂજા, મનની ઈચ્છા થશે પુરી
- મહાશિવરાત્રીની રાત્રે ધ્યાન કરવાથી નકારાત્મક વિચાર અને ભાવના દુર થાય છે અને મન પવિત્ર બને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)