Kendra Trikon Rajyog 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહ એક રાશિ છોડીને ચોક્કસ સમયે બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેના કારણે ગ્રહોની યુતિ બને છે અને અનેક પ્રકારના શુભ અને અશુભ યોગો બને છે. આ યોગોની લોકોના જીવન પર મોટી અસર પડે છે. તાજેતરમાં મંગળ ગ્રહે ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને શુક્ર પણ સિંહ રાશિમાં છે. આ કારણે સિંહ રાશિમાં મંગળ-શુક્રનો સંયોગ રચાયો છે, જે કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. 100 વર્ષ બાદ 3 રાશિઓના ગોચરથી કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ રચાયો છે, જે આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ રાશિના લોકોને અપાર સંપત્તિ મળશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી આ રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત 


મેષઃ- 
કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના થવાના કારણે મેષ રાશિના જાતકોને ઘણો ફાયદો થશે. આ લોકોને અચાનક ક્યાંકથી પૈસા મળી જશે. આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે. જૂના પ્રશ્નો ઉકેલાશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.


તુલા:-
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના લોકો માટે ખૂબ જ સાનુકૂળ પરિણામ આપશે. તમને કોઈ મોટી બાબતમાં સફળતા મળી શકે છે. તમારું વ્યક્તિત્વ ચમકશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. તમારી આવકમાં વધારો થશે. પદ અને પૈસા મળવાથી તમે ખૂબ જ ખુશ રહેશો. 


સિંહ:- 
સિંહ રાશિના જાતકોને કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી ઘણો ફાયદો થશે. તમને ફસાયેલા પૈસા મળશે. આવકમાં વધારો થશે. તમે મોટી બચત કરી શકશો. ખાસ કરીને વેપાર માટે સમય સારો છે. વેપારમાં પ્રગતિ થશે. પરિવારમાં ખુશીઓ આવશે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?
ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube