નવી દિલ્હીઃ Malavya Rajyog 2023 February: 2023માં ઘણા ગ્રહ-નક્ષત્ર પોતાના સ્થાનમાં ફેરફાર કરશે. આ ગ્રહોના રાશિ પરિવર્તનથી રાજયોગનું નિર્માણ થશે, જે ઘણી રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. શુક્ર ગોચરના ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાથી માલવ્ય રાજયોગનો સંયોગ બને છે. 15 ફેબ્રુઆરી 2023ના શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે. માલવ્ય રાજયોગ ઘણી રાશિના જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીની સાથે ધન લાભ કરાવી શકે છે. જાણો આ લિસ્ટમાં કઈ રાશિ શામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે માલવ્ય રાજયોગનો સમય અદ્ભુત રહેવાનો છે. તે તમારા કરિયરમાં જબરદસ્ત લાભ પ્રદાન કરશે. કારોબારીઓને નફો થશે. રોકાણનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે સમય અનુકૂળ રહેશે. જમીન, ઘર કે વાહનની ખરીદી કરી શકો છો. 


મીન રાશિઃ ફેબ્રુઆરી મહિનામાં શુક્ર ગોચરથી બનનાર માલવ્ય રાજયોગ મીન રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. આ રાજયોગ મીનના લગ્ન ભાવમાં બનશે. આ સમયમાં તમને કાર્યસ્થળ પર પ્રશંસા મળી શકે છે. ઉચ્ચાધિકારી તમારી કાર્યશૈલીથી પ્રભાવિત થશે. આવકમાં વધારા સાથે રોજગારની નવી તક મળી શકે છે. પરણીત જાતકોની લવ લાઇફ સારી રહેશે. કુંવારા માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 


આ પણ વાંચોઃ Chanakya Niti: લગ્ન પહેલાં આ વાતોથી પારખો જીવનસાથીને, નહીતર જીંદગી થઇ જશે નરક સમાન


કુંભ રાશિઃ શુક્રના મીન રાશિમાં આવવાથી બનનાર માલવ્ય રાજયોગ કુંભ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. આ દરમિયાન તમને અચાનક ધન લાભ થઈ શકે છે. વેપારીઓને લાભ થશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જાતકોને સારા સમાચારની પ્રાપ્તિ થશે. દેવામાંથી છુટકારો મળશે. ઘરમાં શુભ કાર્યનો યોગ છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube