નવી દિલ્હીઃ Malavya Rajyoga 2023: માલવ્ય રાજયોગ વૈદિક જ્યોતિષ અનુસાર એક ખુબ ભાગ્યશાળી રાજયોગ છે. આ રાજયોગ શુક્ર ગ્રહ સંબંધિત છે. શુક્રએ 6 એપ્રિલે વૃષભ રાશિમાં ગોચર કર્યું હતું. જેનાથી  માલવ્ય રાજયોગ બન્યો છે. શુક્ર ગ્રહને સમૃદ્ધિ, સન્માન અને સુખનો કારક માનવામાં આવ્યો છે. શુક્રનું મિથુન રાશિમાં ગોચર 2 મેએ થશે. જ્યોતિષનું માનવું છે કે શુક્રના સ્વરાશિમાં ગોચર કરવાથી માલવ્ય રાજયોગ બને છે. આ રાજ યોગ કેટલીક રાશિઓ પર વિશેષ પ્રભાવ પાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભઃ વૃષભ આ રાજયોગથી લાભ મેળવનારી પ્રથમ રાશિ છે. શુક્ર વૃષભ રાશિના ઉર્ધ્વ ગૃહમાં ગોચર કરી રહ્યો છે. આ રીતે, તમે આ માર્ગ દરમિયાન સંપૂર્ણ સૌભાગ્યનો અનુભવ કરશો અને સમય સાથે તમારો આત્મવિશ્વાસ વધશે. આ સમયે તમે જે પણ કામ કરવાનું પસંદ કરશો તે સફળ થશે. આ સાથે તમને તમારી મહેનતનું ફળ પણ મળશે. વિવાહિત જાતકોને  તેમની પત્ની સાથે મજબૂત સંબંધની અપેક્ષા છે અને જીવનમાં સુખ-સુવિધા રહેશે. નોકરી કરતા આ રાશિના લોકોને પણ સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જો તમે અપરિણીત છો અને લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારૂ નક્કી થઈ શકે છે.


આ  પણ વાંચોઃ સૂર્યગ્રહણ દ્વારા રાહુ-કેતુ લે છે બદલો, જાણો ગ્રહણ લાગવા પાછળની કહાની


સિંહ રાશિઃ સિંહ રાશિ આ ચક્રની બીજી રાશિ છે જેના  માટે આ રાજયોગ અનુકૂળ રહેશે. શુક્ર દશમ ભાવમાંથી પસાર થશે. તેવામાં તમારા દશમ ભાવમાં માલવ્ય રાજયોગ બનશે. આ રાશિના જાતકો જે કામ શોધી રહ્યાં છે તેને શુભ સમાચાર મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સમૃદ્ધિ લાવી શકે છે. જે લોકો નોકરી કરે છે  તેને પ્રમોશન, પગાર વધારો, યોગ્ય સ્થાને જવા અને સુખ-સુવિધામાં સુધારની સારી તક છે. આ સિવાય આ રાશિના કેટલાક આ જાતક આ દરમિયાન અચલ સંપત્તિ કે વાહન ખરીદી શકે છે. આ સમય  નવી પરિયોજનાઓ શરૂ કરવા  માટે  આદર્શ છે, તેથી તેનો સદઉપયોગ કરો. 


કુંભ રાશિઃ ત્રીજી રાશિ જે માટે  આ રાજયોગ વિશેષ રૂપથી ભાગ્યશાળી રહેશે, તે કુંભ રાશિ છે. કુંભ રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમાં આ શુક્ર ગોચરનું સ્થાન છે. તેવામાં તમારા ચતુર્થ ભાવમાં માલવ્ય રાજયોગ બની રહ્યો છે . તમારી સુખ-સુવિધામાં વધારો થશે. તમે નવી કાર ખરીદી શકો છો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube