જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરીને રાજયોગ અને શુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર માનવજીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે લગભગ 300 વર્ષ બાદ ડિસેમ્બરમાં 3 રાજયોગ બની રહ્યા છે. આ રાજયોગ શશ, રૂચક અને માલવ્ય રાજયોગ છે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે. એટલે કે આ રાશિઓને વર્ષ 2024ની શરૂઆતમાં આકસ્મિક ધનલાભ અને પ્રગતિ થઈ શકે છે. જાણો કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનુ રાશિ
આ રાશિવાળાને 3 રાજયોગના બનવાથી લાભકારી સ્થિતિ સાબિત થઈ શકે છે. કારણ કે માલવ્ય અને રૂચક રાજયોગથી તમને શુક્ર અને મંગળ દેવની કૃપા પ્રાપ્ત થશે. આથી આ સમયે તમને વિદેશથી લાભ મળી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને વિદેશ કે પોતાના દેશમાં જ નોકરીના પ્રસ્તાવ મળી શકે છે. આ સાથે જ વિદ્યાર્થીઓની વિદેશમાં ભણવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. આ સાથે શનિ અને શુક્રનો નવપંચમ યોગ બની રહ્યો છે. આ સાથે ગુરુ અને શુક્રનો સમસપ્તક યોગ પણ બનેલો છે. લગ્નજીવનની વાત કરીએ તો આ સમયગાળામાં જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે તથા સંચાર કૌશલના દમ પર પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંબંધ મજબૂત બનશે.


મેષ રાશિ
ત્રણ રાજયોગનું બનવું એ મેષ રાશિના જાતકો માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર  કુંડળીમાં માલવ્ય અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે. આથી વર્ષ 2024ની શરૂઆતમાં ખાસ કરીને તમારી કરિયર અને કારોબર ચમકશે. આ સાથે જ આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ગુરુ ગ્રહની કૃપાથી તમારું લગ્નજીવન ખુશનુમા રહેશે. જે લોકો અપરિણિત છે તેમના લગ્ન નક્કી થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા કાર્યોની સિદ્ધિ થશે. તથા નવા કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. 


મકર રાશિ
ત્રણ રાજયોગનું બનવું એ તમારી કરિયર અને ધનની રીતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન સ્થાન તો શુક્ર ગ્રહ  તમારી રાશિથી પંચમ ભાવ પર માલવ્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. આથી આ સમય તમારા ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જો તમે મોડલિંગ, ફિલ્મ  લાઈન, એક્ટિંગ અને સંગીત, હોટલ, ટુરિઝમ ક્ષેત્રે જોડાયેલા હોવ તો તમારી પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ જો  તમે વિદ્યાર્થી હોવ તો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. સરકારી નોકરીના પણ યોગ છે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube