નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં થતા પરિવર્તનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલમાં ફેરફારથી દરેક 12 રાશિઓ પ્રભાવિત થાય છે. આવનારા છ દિવસમાં શુક્ર, મંગળ, બુધ અને ગુરૂ ચાલ બદલવાના છે. 25 ડિસેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 27 ડિસેમ્બરે મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે. 28 ડિસેમ્બરે બુધ પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 31 ડિસેમ્બરે ગુરૂ મેષ રાશિમાં માર્ગી થઈ જશે. મંગળ, બુધ, ગુરૂ અને શુક્રની ચાલ બદલવાથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. આવો જાણીએ મંગળ, બુધ, ગુરૂ અને શુક્રની ચાલ બદલવાથી કેવું રહેશે બધી રાશિઓનું ભાગ્ય...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કારોબારમાં સુધાર થશે. લાભની તક મળશે. નોકરીમાં વિદેશ યાત્રાની તક મળશે. શાસન-સત્તાનો સહયોગ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 


વૃષભ રાશિ
મનમાં ઉતાર-ચઢાવ રહેશે. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. કારોબારમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. પરિશ્ચમ વધુ રહેશે. કુટુંબના કોઈ વૃદ્ધ પાસેથી ધન મળી શકે છે. 


મિથુન રાશિ
મન શાંત રહેશે, છતાં આત્મસંયમ રહો. કારોબારમાં લાભની તક મળી શકે છે. પાંચ જાન્યુઆરી બાદ માતા પાસેથી ધનની પ્રાપ્તિની સંભાવના બની રહી છે.


આ પણ વાંચોઃ શકુની મામા પાસે હતી અદભૂત શક્તિ, જાદુઈ પાસાથી તેઓ ક્યારેય કોઈ બાજી નથી હાર્યા


કર્ક રાશિ
આત્મવિશ્વાસ સારો રહેશે, પરંતુ અતિ ઉત્સાહી થવાથી બચો. ક્રોધ તથા આવેશના અતિરેકથી બચો. પરિવારનો સાથ મળશે. પિતાથી આર્થિક સહયોગ મળી શકે છે. 


સિંહ રાશિ
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, પરંતુ સંયમિત રહો. તમારી ભાવનાઓેને કાબુમાં રાખો. પિતાનું સાનિધ્ય મળશે. મનમાં નકારાત્મક વિચારોથી બચો. કોઈ મિત્રના સહયોગથી રોજગારની તક મળશે. 


કન્યા રાશિ
પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાનની યાત્રાએ જઈ શકો છો. યાત્રાનો ખર્ચ વધશે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાબોરામાં વધારો થશે. 


તુલા રાશિ
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. શૈક્ષણિક તથા રિસર્ચ કાર્યોમાં સફળ થશો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કોઈ મિત્રનો સહયોગ મળશે. ભાગદોડ વધુ રહેશે. 


વૃશ્ચિક રાશિ
વાણીમાં સૌમ્યતા રહેશે, પરંતુ ધૈર્યની કમી રહેશે. શૈક્ષણિક કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.


આ પણ વાંચોઃ તમારા આવનારા 7 દિવસ કેવા રહેશે? જાણો 12 રાશિઓનું કેવું રહેશે સાપ્તાહિક રાશિફળ


ધન રાશિ
મન પરેશાન રહેશે. પરિવારમાં ખોટા ક્રોધથી બચો. સંતાનના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. મિત્રનો સહયોગ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે.


મકર રાશિ
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. માતા-પિતાનો સાથ મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. વાહન સુખમાં વધારો થઈ શકે છે.


કુંભ રાશિ
આત્મવિશ્વાસ સારો રહેશે. ક્રોધથી બચવું. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં સુધાર થશે. આવકમાં વધારો થઈ શકે છે. 


મીન રાશિ
મન પ્રસન્ન રહેશે. પરંતુ મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ વધી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માતા-પિતાનો સાથ મળશે. મિત્રોનો સહયોગ મળશે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube