Mangal Ka Rashi Parivartan 2023 in Singh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે પોતાની રાશિ બદલી નાખે છે. 1 જુલાઈ, 2023ના રોજ મંગળનું ગોચર થયું છે. મંગળ 17 ઓગસ્ટ, 2023 સુધી સિંહ રાશિમાં રહેશે. આ કારણે આગામી 36 દિવસ સુધી તમામ 12 રાશિઓ પર મંગળ ગોચરની શુભ અને અશુભ અસર જોવા મળશે. બીજી તરફ કેટલીક રાશિઓ માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે. આવો જાણીએ કઇ રાશિ માટે મંગળ ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળનું ગોચર આ રાશિઓને ખુબ લાભ આપશે


મિથુન - મંગળ ગોચર મિથુન રાશિના જાતકોને ઘણો લાભ આપશે. આ લોકોની હિંમત અને બહાદુરી વધશે. જે લોકો રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટીના કામ સાથે જોડાયેલા છે, તેમને વિશેષ લાભ મળશે. નોકરી કરનારાઓને પ્રગતિ મળશે. વિરોધીઓનો પરાજય થશે.


ધનુ - મંગળનું આ સંક્રમણ ધનુ રાશિના લોકોને અનેક રીતે લાભ કરાવશે. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. વેપાર કરનારાઓને ફાયદો થશે. ખાસ કરીને જેમનો બિઝનેસ દૂરના દેશોમાં ફેલાયેલો છે, તેઓ જંગી નફો કમાઈ શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે. 


મીન - મીન રાશિના જાતકો માટે મંગળનું પરિવર્તન સાનુકૂળ પરિણામ આપશે. કરિયરમાં મોટી ઉન્નતિ થશે. તમને તે પદ, પૈસા, પ્રતિષ્ઠા મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વિરોધીઓનો પરાજય થશે. કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
કેમ જોવા મળી રહ્યું છે મેઘતાંડવ? જાણો કોણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું, 5 કારણો
કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ

આજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, બુધ અપાવશે અપાર સફળતા, પ્રગતિ અને છપ્પરફાડ ધન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube