28 ડિસેમ્બર સુધી મેષ સહિત આ 6 રાશિવાળા રહે ખુબ જ સાવધ, મંગળ મચાવી શકે છે ભારે ઉથલપાથલ
Mangal Rashi Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહના રાશિ પરિવર્તનનું ખુબ મહત્વ છે. મંગળને ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. મંગળ સાહસ, આત્મવિશ્વાસ અને ઉર્જાનો કારક છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. હવે મંગળ 16 નવેમ્બર 2023ના રોજ ગુરુવારે પોતાની સ્વરાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને 28 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે.
Mangal Rashi Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહના રાશિ પરિવર્તનનું ખુબ મહત્વ છે. મંગળને ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. મંગળ સાહસ, આત્મવિશ્વાસ અને ઉર્જાનો કારક છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. હવે મંગળ 16 નવેમ્બર 2023ના રોજ ગુરુવારે પોતાની સ્વરાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને 28 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. મંગળનું આ ગોચર ગુરુવારે સવારે 10.03 વાગે થયું. મંગળ ગોચરનો પ્રભાવ કેટલીક રાશિના જાતકોને જબરદસ્ત લાભ કરાવશે તો કેટલાક લોકોના જીવનમાં ઉતારચડાવ લાવશે.
મેષ રાશિ
મંગળનું રાશિ પરિવર્તન થયા બાદ મેષ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની વર્તવી જોઈએ. આ દરમિયાન તમારા બનેલા કાર્યોમાં વિધ્ન આવી શકે છે. ધન સંબંધિત પરેશાનીઓ ઊભી થઈ શકે છે. કોઈ પણ નિર્ણય લેતી વખતે સાવધાની રાખવી પડશે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાને આ સમયગાળામાં દુશ્મનો પરેશાન કરી શકે છે. કોઈ નજીકની વ્યક્તિ દગો કરે તેવી આશંકા છે. રોકાણ કરવાથી બચજો. નહીં તો નુકસાન થઈ શકે છે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. કોટુંબિક વિવાદથી બચજો.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને ગોચરકાળમાં પ્રોપર્ટી વગેરેમાં રોકાણથી બચવું જોઈએ. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. પાર્ટનર સાથેના સંબંધમાં ઉતાર ચડાવ આવી શકે છે. ધનના મામલામાં સાવધાની વર્તજો.
કન્યા રાશિ
કન્યા રાશિવાળાનો મંગળ ગોચરથી આત્મવિશ્વાસ વધશે પરંતુ કાર્યસ્થળ પર કામના બોજાનો સામનો કરવો પડી શકે છે. બાઈ બહેનમાં વિવાદ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની વર્તો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
તુલા રાશિ
તુલા રાશિવાળાને મંગળ ગોચર પરેશાનીમાં નાખી શકે છે. મંગળના રાશિ પરિવર્તનના પ્રભાવથી તમારે કરિયરમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે. ધન સંગ્રહ પર ધ્યાન આપવાની જરૂર છે. વાતચીતમાં સંતુલિત રહો. કારોબારમાં મુશ્કેલીઓ આવી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા સંયમ રાખજો. ધૈર્યશીલતા જાળવી રાખવાનો પ્રયત્ન કરજો. ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યર્થ ક્રોધથી બચો. શૈક્ષણિક કાર્યોમાં સમસ્યા આવી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube