Mangal Gochar: 3 ઓક્ટોબર સુધી મેષ સહિત આ 4 રાશિવાળાનું બસ મંગળ જ મંગળ થશે, પૈસાથી તિજોરી છલકાશે
Mangal Rashiparivartan: મંગળના રાશિ પરિવર્તનથી અનેક રાશિવાળાનું ભાગ્ય બદલાઈ શકે છે. મંગળ 18 ઓગસ્ટના રોજ કન્યા રાશિમાં પ્રવેશ્યો છે અને 3 ઓક્ટોબર સુધી આ રાશિમાં જ રહેશે.
મંગળ ગોચર: વૈદિક જ્યોતિષ મુજબ મંગળ ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. મંગળનું 18 ઓગસ્ટના રોજ રાશિ પરિવર્તન થયું છે. મંગળ આ રાશિમાં 3 ઓક્ટોબર સુધી રહેશે. કન્યા રાશિ પર બુધ ગ્રહનું સ્વામિત્વ છે. મંગળ કન્યા રાશિના છઠ્ઠા ભાવનો સ્વામી છે. કન્યા રાશિમાં મંગળના પ્રવેશથી અનેક રાશિવાળાના જીવનમાં સકારાત્મકતા આવશે. ગોચરકાળમાં કેટલીક રાશિઓને સિદ્ધિઓ, ધન લાભ અને કૌટુંબિક સુખ મળશે. જાણો આ રાશિઓ વિશે....
મેષ રાશિ
જ્યોતિષાચાર્યો મુજબ કન્યા રાશિમાં મંગળના પ્રવેશથી મેષ રાશિવાળા માટે સારા પરિણામ આવશે. આ સમયગાળામાં તમને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કોર્ટ કચેરીના કેસોમાં વિજય મળશે. જો કે આ સમયગાળામાં તમે ગુસ્સા પર કાબૂ રાખજો. નહીં તો બનેલી વાત બગડી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે મંગળ ગોચર મંગળકારી રહેશે. આ દરમિયાન તમને પોઝિટિવ પરિણામ મળશે. વેપાર કરનારાઓને વિસ્તારની તક મળશે. કરિયરમાં નવી જવાબદારીઓ મળશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. ધનલાભ થઈ શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિમાં જ મંગળે પ્રવેશ કર્યો છે. આવામાં કન્યા રાશિવાળા માટે આ ગોચર કોઈ વરદાનથી કમ નથી. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. પેન્ડિંગ કામો પૂરા થશે. કાર્યસ્થળ પર પ્રશંસા થશે. આવકમાં વધારાના યોગ છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા માટે મંગળ ગોચર ખુહ શુભ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમને પિતાનો સહયોગ મળશે. સંબંધોમાં મજબૂતી આવશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કરજમાંથી મુક્તિ મળી શકે છે.
ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે મંગળ ગોચર ખુબ શુભ છે. મંગળ ગોચરના સમયગાળામાં તમને દરેક જગ્યાએથી સફળતા મળી શકે છે. કરિયરમાં નવી તક મળી શકે છે. અપ્રત્યાશિત ધનલાભના યોગ છે. નોકરીયાતોને પદોન્નતિ પણ મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)