Mangal Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય અંતરાલ પર પોતાની ઉચ્ચ અને નિમ્ન ડિગ્રી સાથે ભ્રમણ કરે છે. આ ભ્રમણ દરમિયાન ગ્રહોની અવસ્થા બદલે છે. ગ્રહોની અવસ્થા પણ બદલે ત્યારે તેનો પ્રભાવ માનવ જીવન, દેશ તેમજ દુનિયા પર પણ જોવા મળે છે. ખાસ કરીને ગ્રહોના સેનાપતિ મંગળ જ્યારે તેની અવસ્થા બદલે છે તો તેનો પ્રભાવ પણ વ્યાપક હોય છે. હાલ ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે અને ગુરુ ગ્રહ સાથે તેની યુતિ સર્જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે


તેવામાં વૃષભ રાશિમાં ભ્રમણ કરતા મંગળ 30 જુલાઈથી યુવા અવસ્થામાં પ્રવેશ કરશે. મંગળ આ અવસ્થામાં 8 ઓગસ્ટ સુધી રહેશે. 30 જુલાઈ થી 8 ઓગસ્ટ સુધીનો સમય ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ સાબિત થશે. ત્રણ રાશિના લોકોની ધન સંપત્તિમાં અપાર વધારો આ સમય દરમિયાન થશે. તો ચાલો તમને જણાવીએ એ 3 લકી રાશિઓ કઈ છે જેને મંગળની યુવા અવસ્થા લાભ કરાવશે. 


મંગળનો યુવા અવસ્થામાં પ્રવેશ 3 રાશિ માટે લાભકારી


આ પણ વાંચો: Shadashtak Yog: 27 જુલાઈથી શનિ અને શુક્ર બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિઓ પર ઘેરાશે સંકટ


મેષ રાશિ 


મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરશે તેનો સૌથી વધુ ફાયદો મેષ રાશિને થશે. આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.. બિઝનેસથી સારી કમાણી થશે. ભૌતિક સુવિધાઓ વધશે. લોકો તમારા વાણી વર્તનથી ઇમ્પ્રેસ થશે. સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. 


આ પણ વાંચો: Mangal Gochar 2024: 27 જુલાઈથી મોજ કરશે 3 રાશિઓ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે લાભ


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો માટે પણ મંગળની યુવા અવસ્થા ફળદાયી સિદ્ધ થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સમય દરમિયાન ધન સંપત્તિથી લાભ થશે. મંગળ ધન લાભ કરાવશે. મહેનતનું ફળ મળતું દેખાશે. વાહન કે પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થશે. મનની ઈચ્છા પૂરી થશે. જીવન એશોઆરામથી પસાર થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. 


આ પણ વાંચો: શનિવારે ભુલ્યા વિના કરી લો સરસવના તેલનો દીવો, વાળ પણ વાંકો નહીં કરી શકે વક્રી શનિ


કર્ક રાશિ 


મંગળ ગ્રહની યુવા અવસ્થા કર્ક રાશિના લોકોને લાભ કરાવશે. યુવા અવસ્થા શરૂ થતા જ મંગળની ચંદ્ર અને ગુરુ સાથે યુતી સર્જાશે. સાથે જ ગજકેસરી અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનશે. આ યોગ કર્ક રાશિના લોકોને આર્થિક લાભ કરાવશે. જીવનમાં ધનની આવક વધશે. નોકરી કરતા લોકોને ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. પારિવારિક સંબંધો મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)