Mangal Gochar 2023: વૈદિક શાસ્ત્રો મુજબ આપણા જીવનમાં ગ્રહોનું ગોચર મહત્વનો ભાગ ભજવે છે. તેની આપણા જીવન પર સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસરો પડે છે. હવ કલ્યાણકારી કહેવાતા મંગળ ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. એવું કહેવાય છે કે મંગળ ગ્રહ લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં સ્થિર રહે છે અને ત્યારબાદ બીજી રાશિમાં પ્રવેશ કરે છે. હવે મંગળ ગ્રહ 10 મેના રોજ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેમના આ ગોચરથી 6 રાશિઓના જીવનમાં બહાર આવવાની છે. આ રાશિવાળાના અટકેલા કામ ફટાફટ પૂરા થવા લાગશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળ ગોચર 2023 (Mangal Gochar 2023)


મેષ રાશિ
આ રાશિના લોકો પોતાના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે. જીવનસાથી સાથે ચાલી રહેલી નારાજગી દૂર થઈ શકે છે. તમારી આવકમાં વધારો થશે અને કેટલાક નવા ક્ષેત્રોમાં રોકાણનો વિચાર કરશે. નવું વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં તાલમેળ જાળવી રાખો. 


સિંહ રાશિ
આ રાશિના લોકો માટે મંગળ એક યોગકારક ગ્રહ છે. તેના કારણે મંગળનું ગોચર કરવું આ રાશિના લોકો માટે ખુબ ફાયદાકારક રહેશે. વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું પૂરું થઈ શકે છે. કોર્ટ કચેરીમાં ચાલી રહેલા કેસ તમારા પક્ષમાં આવી શકે છે. કામના સિલસિલામાં તમારે વધુ પ્રવાસ કરવો પડે છે. 


કન્યા રાશિ
મંગળનું ગોચર થવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે અને આવકના સ્ત્રોત વધશે. આ ગ્રહ ગોચર તમારા પ્રેમ સંબંધો ગાઢ બનાવશે. આ દરમિયાન તમારી આર્થિક યોજનાઓ સફળ થશે અને વ્યવસાયમાં પણ સારા લાભના યોગ બનશે. તમે તમારા વિરોધીઓ પર ભારે પડશે. 


તુલા રાશિ
મંગળ ગ્રહ આ રાશિના જાતકો માટે દશમ ભાવમાં ગોચર કરશે. જેનાથી તુલા રાશિના લોકો કાર્યક્ષેત્રમાં તમને વધુ મજબૂત મહેસૂસ કરશે. જો તમે ખેલાડી છો તો મંગળનું કર્ક રાશિમાં ગોચર તમને સારી સ્થિતિ પ્રદાન કરશે. તમે ખેલકૂદને વ્યવસાય બનાવવાનો નિર્ણય કરી શકો છો. તમને કાર્યસ્થળ પર નવી જવાબદારી સોંપાઈ શકે છે. ઈન્ક્રીમેન્ટના પણ યોગ છે. 


ધનુ રાશિ
આ રાશિના જાતકો માટે મંગળ ગ્રહ આઠમાં ભાવમાં પ્રવેશ કરશે. તેના કારણે જીવનમાં સારા-ખરાબ બંને પ્રકારના સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી સામે કેટલાક આર્થિક પડકારો આવી શકે છે પરંતુ અચાનક ક્યાંકથી ધનલાભના યોગ છે. લાંબા સમયથી અટકેલી પૈતૃક સંપત્તિ તમને મળી શકે છે. 


કુંભ રાશિ
આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળશે. તમારા ઉત્તમ કામને જોતા પ્રમોશનની સાથે નવી જવાબદારી મળી શકે છે. તમે તમારા વ્યવહાર અને ઉત્તમ કામથી વિરોધીઓ પર ભારે સાબિત થશો. ખર્ચમાં થોડો વધારો થશે પરંતુ તમે આવકના સ્ત્રોત વધારીને તેને નિયંત્રિત કરવામાં સફળ રહેશો.