Mangal Gochar 2023: 1 જુલાઈ 2023ના રોજ વહેલી સવારે 1.52 વાગે મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે જેના પર સૂર્યનું શાસન છે અને 18 ઓગસ્ટ 2023 સુધી ત્યાં રહેશે. ત્યારબાદ મંગળ કન્યા રાશિમાં ગોચર કરશે. મંગળના સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી નીચભંગ યોગ, મત્સ્ય યોગ અને વિષ્ણુ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ ત્રણેય યોગના કારણે અનેક રાશિના જાતકોને લાભ થશે. જાણો કઈ રાશિવાળાને થશે લાભ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે સિંહ રાશિમાં મંગળના આ ગોચર દરમિયાન કે જે છઠ્ઠા ભાવનો સ્વામી છે, એક જુલાઈના રોજ ત્રીજા ઘરમાં ગોચર કરશે. સાહસ અને વીરતા સાથે જોડાયેલું ત્રીજુ ઘર ધન રોકાણમાં વૃદ્ધિનો કારક બનશે અને અચલ સંપત્તિઓમાં લાભની આશા કરશે. શત્રુ શક્તિહિન થવાથી વિજય સુનિશ્ચિત થાય છે. કાર્યસ્થળ પર ઓળખ અને પ્રશંસાથી વ્યક્તિની પ્રતિષ્ઠા વધશે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને લાભ થશે અને અધિકારીઓનો સહયોગ મળશે. 


ધનુ રાશિ
મંગળ પાંચમા અને બારમાં ભાવના સ્વામી તરીકે ધનુ રાશિના જાતકો માટે ભાગ્ય ઘરમાં ગોચર કરી રહ્યો છે. પંચમ ભાવમાં સ્થિત મંગળ પોતાની ચોથી દ્રષ્ટિથી બારમા ભાવને પ્રભાવિત કરે છે. જ્યારે તેની સાતમી દ્રષ્ટિ ત્રીજા અને નવમાં ભાવ પર પડે છે. આ વિન્યાસ ધાર્મિક યાત્રાઓ તરફ લઈ જાય છે. ગુરુઓનું સન્માન થશે અને વિદેશ સાથે જોડાયેલા લોકોને સારો એવો નફો થઈ શકે છે. વ્યવસાયિક લાભ મળશે અને સમય અનુકૂળ રહેશે. સંપત્તિ સંલગ્ન વિવાદ ઉકેલાઈ શકે છે અને વાહન-મકાન ખરીદીના યોગ પણ બની શકે છે. 


મીન રાશિ
મીન રાશિના જાતકો પણ મંગળના ગોચરને અનુકૂળ મનાય છે. બીજા અને નવમાં ભાવ પર આધિપત્ય રાખતો મંગળ છઠ્ઠા ઘરમાં ગોચર કરશે. આ સમયગાળામાં તમને શુભ પરિણામ મળશે. ઈચ્છિત પદોન્નતિ મળી શકે છે અને વિરોધીઓ પરાસ્ત થશે. ભાગ્ય ભાવ ભાગ્ય અને સહાયતા પ્રદાન કરશે. વિદેશ પ્રવાસની સંભાવના બની શકે છે અને કેટલાક કાર્યો માટે યાત્રાની જરૂર પડી શકે છે. આત્મ વિશ્વાસ વધશે અને આ સાથે જ સાહસમાં પણ વધારો થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube