COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mangal Gochar 2023: વૈદિક શાસ્ત્રો મુજબ આપણા જીવનમાં ગ્રહોનું ગોચર મહત્વનો ભાગ ભજવે છે. તેની આપણા જીવન પર સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસરો પડે છે. હવ કલ્યાણકારી કહેવાતા મંગળ ગ્રહે 10મી મેના રોજ ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ 1 જુલાઈ સુધી કર્ક રાશિમાં રહેશે. જેની તમામ 12 રાશિઓ પર અસર પડશે. કેટલીક રાશિવાળા માટે તો મંગળનું ગોચર તેમના જીવનને ખુશીઓથી ભરી દેશે. આ બધાવચ્ચે 30મી મેના રોજ ધન વિલાસતા, પ્રેમનો ગ્રહ શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળ શુક્રની યુતિ પણ કેટલાક રાશિવાળાને શુભ ફળ આપશે. મંગળ ગોચર અને શુક્ર ગોચર કઈ રાશિવાળાને આગામી દોઢ મહિના સુધી લાભ આપશે તે ખાસ જાણો. 


મેષ રાશિ
મેષ રાશિવાળા માટે મંગળનું ગોચર ખુબ શુભ રહેશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી રહેશે. કરિયરમાં પ્રગતિ મળશે. આવક વધશે. નવું ઘર અને ગાડી ખરીદી શકો છો. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 


વૃષભ રાશિ
મંગળનું ગોચર વૃષભ રાશિવાળાને પદ અને પૈસા અપાવશે. સમાજમાં માન સન્માન વધારશે. વિરોધીઓ નતમસ્તક થશે. ટૂંકી મુસાફરીના પણ યોગ છે. 


સિંહ રાશિ
વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. ખાસ કરીને જે લોકો અભ્યાસ માટે બહાર જવા માંગે છે તેમના માટે આ સમય ખુબ ફળદાયી છે. કોર્ટ કચેરીનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. 


કન્યા રાશિ
આર્થિક સમસ્યા દૂર થશે. તમારી સ્થિતિ મજબૂત થશે. ધન લાભ થશે. આવકમાં વધારો  થશે. વેપાર સારો ચાલશે. પોતાના  લોકો સાથે સારો સમય વિતાવી શકશો. બધુ મળીને મંગળનું ગોચર તમને ખુબ લાભ કરાવશે. 


તુલા રાશિ
કાર્યક્ષેત્રમાં મંગળ તમને મજબૂતી આપશે. તમારો પ્રભાવ વધશે. નવું પદ અને જવાબદારી મળશે. આવક વધશે. પરંતુ આ દરમિયાન અંગત જીવનની અવગણના ન કરતા. 


કુંભ રાશિ
કાર્યક્ષેત્રમાં તમારા કામના વખાણ થશે. તમને મહેનતનું ફળ મળશે. આવક વધી શકે છે. મુસાફરી કરવી પડી શકે છે. જે તમને લાભ કરાવશે. શત્રુઓ હારશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)