Mangal In Ardra Nakshatra: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ બધા જ ગ્રહોમાં વધારે ઉર્જાવાન અને શક્તિશાળી ગ્રહ છે. આ શક્તિશાળી ગ્રહ 6 સપ્ટેમ્બરે નક્ષત્ર પરિવર્તન કરશે. મંગળ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી દેશ, દુનિયા, વાતાવરણ, પ્રકૃતિ અને દરેક રાશિના લોકોના જીવન પર અસર જોવા મળશે. ગ્રહોના સેનાપતિ મંગળ શુક્રવાર અને 6 સપ્ટેમ્બરે મૃગશિરા નક્ષત્રમાંથી નીકળી આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. આ નક્ષત્રના દેવતા રુદ્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, ધનમાં થશે વધારો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ આદ્રા નક્ષત્રમાં ગોચર કરશે તો દેશ દુનિયામાં રહસ્યમય આકસ્મિક અને આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. આ નક્ષત્રમાં જ્યારે મંગળ ગોચર કરે છે તો મોટાભાગની રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે. પરંતુ રાશિ ચક્રની 3 રાશી એવી છે જેમના માટે મંગળનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ ફળદાયક રહેશે. આ રાશિના લોકોના જીવનમાં નવી ઊર્જાનો સંચાર થશે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ લકી રાશિઓ કઈ છે. 


મંગળના આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી આ રાશિઓને થશે ફાયદો 


આ પણ વાંચો: Weekly Horoscope: 2 થી 8 સપ્ટેમ્બર સુધીનું સપ્તાહ મિથુન સહિત 4 રાશિઓ માટે શુભ


મેષ રાશિ


આદ્રા નક્ષત્રમાં મંગળના ગોચરથી મેષ રાશિના લોકોને નવું વિઝન મળશે. તેઓ દરેક સ્થિતિને અલગ દૃષ્ટિ કોણથી જોવા લાગશે. ધન પ્રાપ્તિ થઈ શકે છે. બેંક બેલેન્સમાં સારો એવો વધારો થશે. લાઈફ સ્ટાઈલમાં લક્ઝરી વધશે. વેપારમાં લાભનો માર્જિન વધી શકે છે. સંબંધોમાં સ્થિરતા આવશે. 


આ પણ વાંચો:  થાળીમાં 3 રોટલી લઈ જમવું અશુભ, જો કોઈ વ્યક્તિ આ કામ કરે તો શું થાય તેની સાથે ? જાણો


સિંહ રાશિ


મંગળના આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી સિંહ રાશિના જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. બિઝનેસમાં જોખમ સમજી વિચારીને લેશો તો સફળતા મળશે. લોકો આ સમય દરમિયાન આલોચના કરશે પરંતુ તમે સફળતાના રસ્તે આગળ વધતા રહેશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફાયદો થશે. નોકરી કરતા લોકોની આવક વધશે. પરિવારમાં સંબંધો સુધરશે 


આ પણ વાંચો: ખોટમાં ચાલતો ધંધો પણ ધમધોકાર ચાલશે, પૈસા ભરવા તિજોરી પણ નાની પડશે, રોજ કરો આ સરળ કામ


ધન રાશિ


ધન રાશિના લોકો માટે પણ મંગળનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ લાભકારક સિદ્ધ થશે. નોકરી શોધતા લોકોને ખુશખબરી મળી શકે છે. કાર્ય સ્થળ પર કાર્ય પ્લાનિંગ અનુસાર પૂર્ણ થવાથી પ્રસન્નતા રહેશે. જીવનમાં જો ધન સંબંધિત સંકટ હતા તો તે દૂર થવાના યોગ સર્જાશે. વેપારીઓને બિઝનેસમાં સફળતા મળશે. રોકાણ કરવા માટે સારો સમય. રિલેશનશિપની બાબતમાં પાર્ટનરનો સહયોગ મળશે. પારિવારિક જીવન ખુશીઓથી ભરપૂર રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)