વૈદિક જ્યોતિષ મુજબ નવગ્રહ એક સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બને છે, જેનાથી શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. આવામાં ગ્રહોના સેનાપતિ મંગળ અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિની યુતિ થઈ રહી છે. જેનાથી નવપંચમ યોગનું બની રહ્યો છે. આ યોગ ખુબ શુભ મનાય છે. આ યોગ બનવાથી કેટલાક રાશિના જાતકોને અચાનક ધનલાભની સાથે અપાર સફળતા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 1 મે 2024ના રોજ બપોરે 1.50 વાગે ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરશે જ્યારે ગ્રહોના સેનાપતિ મંગળ 12 જુલાઈના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં મંગળ અને ગુરુની યુતિથી નવપંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. નવપંચમ યોગ બનવાથી કોને  ફાયદો થશે તે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ રાશિમાં નવપંચમ યોગ દ્વિતિય ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરાં થશે. ધન ધાન્યના વધારા સાથે લાંબા સમયથી અટકેલા કામનો નીવેડો આવશે. જમીન અને સંપત્તિમાં રોકાણ લાભકારી સિદ્ધ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. આ સાથે જ વિદ્યાર્થીઓને ખુબ  પ્રેરણા પણ મળી શકે છે. પાર્ટનર સાથે સારો સમય વીતશે. વેપારમાં ખુબ લાભ થશે. અપાર સફળતા મળશે. 


વૃષભ રાશિ
આ રાશિના પહેલા ભાવમાં નવપંચમ મહાયોગ બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોની સુખ સુવિધાઓમાં વધારો થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. પરંતુ ફાલતુ ખર્ચા ન કરતા. સંપત્તિ કે જમીન સંબંધીત કાનૂની મામલાઓમાં લાભ મળવાના એંધાણ છે. આ સાથે જ સંપત્તિમાં રોકાણ લાભકારી સિદ્ધ થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં પણ અપાર સફળતા મળવાના આસાર છે. નોકરીયાતોને પદોન્નતિની સાથે પગારમાં વધારો થઈ શકે છે. આ સાથે જ તમારા કામને જોતા બોનસ પણ મળે તેવા પૂરા ચાન્સ છે. નવી નોકરીની પણ તકો મળી શકે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિમાં નવપંચમ યોગ નવમા ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. માતા પિતાના સહયોગથી અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. તમારી અંદર સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. અચાનક ધનલાભ થઈ શકે છે. આધ્યાત્મમાં રૂચિ વધશે. ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube