Mangal Gochar 2024: ધનતેરસ પહેલા જ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, મંગળ પુષ્ય યોગથી સોનાની જેમ ચમકશે ભાગ્ય
Mangal Pushya Yog 2024: પુષ્યનો અર્થ થાય છે પોષણ કરનાર અને ઉર્જા તેમજ શક્તિ પ્રદાન કરનાર. મંગળ ગ્રહ પણ ઉર્જા અને શક્તિ આપનાર ગ્રહ છે. જ્યારે તે આ નક્ષત્રમાં હોય છે ત્યારે તેની શક્તિ વધી જાય છે. મંગળ પુષ્ય નક્ષત્ર ત્રણ રાશીના લોકોને સૌથી વધુ લાભ કરાવશે.
Mangal Pushya Yog 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે. તેના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી બધી જ રાશિના લોકો પર વ્યાપક અસર થાય છે. 28 ઓક્ટોબર અને સોમવારે મંગળ પુનરવસુ નક્ષત્ર માંથી નીકળી પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના કારણે મંગળ પુષ્ય યોગનું નિર્માણ થશે.
મંગળ પુષ્ય યોગ જ્યોતિષશાસ્ત્રમાં શક્તિશાળી અને પ્રભાવશાળી યોગ ગણાય છે. આ યોગ ત્યારે બને છે જ્યારે મંગળ ગ્રહ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરે. પુષ્યનો અર્થ થાય છે પોષણ કરનાર અને ઉર્જા તેમજ શક્તિ પ્રદાન કરનાર. મંગળ ગ્રહ પણ ઉર્જા અને શક્તિ આપનાર ગ્રહ છે. જ્યારે તે આ નક્ષત્રમાં હોય છે ત્યારે તેની શક્તિ વધી જાય છે. મંગળ પુષ્ય નક્ષત્ર ત્રણ રાશીના લોકોને સૌથી વધુ લાભ કરાવશે.
આ પણ વાંચો: શુક્ર ગ્રહ જેષ્ઠા નક્ષત્રમાં કરશે પ્રવેશ, 27 ઓક્ટોબરથી 3 રાશિઓને મોટો ધન લાભ થશે
મેષ રાશિ
મેષ રાશિના લોકો ઉર્જાવાન અને સાહસી હોય છે. મંગળ પુષ્ય નક્ષત્ર તેમની ઉર્જા અને આત્મવિશ્વાસને વધારશે. તેઓ પોતાના લક્ષને પ્રાપ્ત કરવા માટે આગળ વધી શકશે. વેપારમાં લાભ થવાની સંભાવના. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે. કરજ ચૂકવવામાં સફળતા મળશે. જમીન ખરીદવાના પણ યોગ. પરિવાર સાથે બહાર જવાનું થઈ શકે છે.
આ પણ વાંચો:જાન્યુઆરી 2025 થી આ 4 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, દરેક કામ થશે સફળ, ધનમાં થશે વધારો
સિંહ રાશિ
સિંહ રાશીના લોકોની નેતૃત્વ ક્ષમતા વધશે. પુષ્ય નક્ષત્રમાં મંગળના ગોચર દરમિયાન આત્મવિશ્વાસ વધશે. ક્રોધ ઘટશે. આવકમાં વધારો થશે. નોકરી કરતા લોકોનું માન સન્માન કાર્યક્ષેત્રે વધશે. વેપારનો વિસ્તાર થશે. પારિવારિક જીવન અને મેરીડ લાઈફ સુખદ રહેશે.
આ પણ વાંચો: શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભ
ધન રાશિ
ધન રાશીના લોકો સ્વભાવથી આશાવાદી અને ઉત્સાહી હોય છે. મંગળના આ ગોચર દરમિયાન તેમનો ઉત્સાહ અનેક ગણો વધશે. ચિંતા ઘટશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આવકમાં વધારો થશે. કરજથી મુક્તિ મળશે. નોકરી શોધતા લોકોને સફળતા મળશે. મેરીડ લાઇફ સુખમય રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)