Mangal Mahadasha Effect: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પ્રત્યેક મનુષ્ય પર નવગ્રહોની મહાદશા અને અંતર્દશા સમય-સમય પર આવે છે. આ દશાઓમાં વ્યક્તિને સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનું ફળ મળે છે. એટલે કે કુંડળીમાં જો ગ્રહ શુભ સ્થિત છે તો ફળ મંગલકારી હશે. પરંતુ જો ગ્રહ અશુભ સ્થિતિમાં બિરાજમાન છે તો મનુષ્યએ સંઘર્ષ કરવો પડશે. સાથે ફળ નેગેટિવ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં અમે વાત કરવા જઈ રહ્યાં છીએ ભૂમિ પુત્ર મંગળ વિશે, જેની મહાદશા વ્યક્તિની ઉપર 07 વર્ષ લાગે છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, રક્ક શૌર્યનો કારક માનવામાં આવે છે. આવો જાણીએ મંગળની મહાદશાની વ્યક્તિના જીવન પર થનારી અસર વિશે...


મંગળની મહાદશાની જીવનમાં અસર
જો કુંડળીમાં મંગળ ગ્રહ શુભ સ્થિતિમાં બિરાજમાન હોય

કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં જો મંગળ ગ્રહ શુભ બિરાજમાન હોય તો તે વ્યક્તિ  નિડર અને પરાક્રમી હોય છે. આવી વ્યક્તિ પોલીસ અને સેનામાં કરિયર બનાવી શકે છે. સાથે જો મંગળ ગ્રહ લગ્નમાં સ્થિત છે તો વ્યક્તિને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિ પર મંગળ ગ્રહની મહાદશા ચાલી રહી હોય તો તેને સારૂ ફળ પ્રાપ્ત થાય છે. સાથે વ્યક્તિને સંપત્તિનું સુખ પ્રાપ્ત થાય છે. તો વ્યક્તિને પૈતૃક સંપત્તિથી પણ લાભ મળે છે.


આ પણ વાંચોઃ શનિવારે રાત્રે ગુપ્ત રીતે જેણે કર્યા આ કામ તેનો થયો બેડોપાર, શનિ દોષથી મળે મુક્તિ


જો કુંડળીમાં મંગળ નેગેટિવ હોય તો
જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં મંગળ ગ્રહ અશુભ એટલે કે નીચ સ્થાનમાં બિરાજમાન હોય તો જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે આવી વ્યક્તિનું લગ્ન જીવન ડિસ્ટર્બ રહે છે. સાથે પીડિત મંડળની અસરથી વ્યક્તિ પર દુર્ઘટનાનો ખતરો રહે છે. જો કોઈ વ્યક્તિ માંગલિક હોય તો લગ્નમાં વિલંબ થાય છે. સાથે જાતકે શત્રુઓથી પરાજય, જમીન સંબંધી વિવાદ, દેવા વગેરેની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે વ્યક્તિ ડરપોક પ્રવૃતિનો હોય છે. સાથે વ્યક્તિ સાહસી કામ કરી શકતો નથી. સાથે પ્રોપર્ટીમાં તેણે નુકસાનનો સામનો કરવો પડે છે. તો વ્યક્તિએ રક્સ સંબંધી રોગોનો સામનો કરવો પડે છે. તેવામાં વ્યક્તિએ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.