Mangal gochar 2024: ગ્રહોના સેનાપતિ મંગળ નવગ્રહમાં વિશેષ સ્થાન ધરાવે છે. મંગળ નિશ્ચિત સમય અવધિમાં રાશિ પરિવર્તન કરે છે. મંગળના રાશિ પરિવર્તનનો પ્રભાવ 12 રાશિના લોકો પર પણ જોવા મળે છે. જોકે રાશિ પરિવર્તન કરતા પહેલા મંગળ ગ્રહ બે થી ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર પણ લોકોને જીવન પર જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 21 સપ્ટેમ્બર: મેષ અને કન્યા રાશિ માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો


પંચાંગ અનુસાર 26 ઓગસ્ટ 2024 થી મંગળ મિથુન રાશિમાં ગોચર કરે છે. 20 ઓક્ટોબર સુધી મંગળ આ રાશિમાં રહેશે અને પછી મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં ગોચર કરશે. 20 ઓક્ટોબર 2024 સુધીમાં મંગળ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે. મંગળનું આ નક્ષત્ર પરિવર્તન રાશિચક્રની ત્રણ રાશિના લોકો માટે લાભકારી રહેશે. આ ત્રણ રાશિના લોકોને 30 દિવસમાં અચાનક મોટો ધન લાભ થઈ શકે છે. તેમના દરેક કાર્ય આ સમય દરમિયાન સફળ થવા લાગશે. 


આ પણ વાંચો: રસોડામાં આ વસ્તુઓ ભુલથી પણ ઊંધી રાખવી નહીં, આ ભુલના કારણે પરિવાર આવી જશે રોડ પર


મેષ રાશિ  


મંગળની વિશેષ કૃપા મેષ રાશિના લોકોને એક કરતાં વધારે સ્ત્રોતથી આર્થિક લાભ કરાવશે. અચાનક થયેલા ધનલાભથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ માટે સારો સમય રોકાણથી નફો સારો મળશે. જે લોકો લાંબા સમયથી કંપનીમાં કામ કરી રહ્યા છે તેમના માટે પ્રમોશનના યોગ સર્જાશે. વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય. 


આ પણ વાંચો: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનો


સિંહ રાશિ


ગ્રહોના સેનાપતિ મંગળના નક્ષત્ર પરિવર્તનથી સિંહ રાશિના લોકોને પણ લાભ થશે. કાર્યક્ષેત્રમાં નોકરી કરતા લોકોના કામની પ્રશંશા થશે. વેપારમાં વૃદ્ધિના પ્રબળ યોગ છે. શિક્ષકોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે. આ રાશિના લોકોને લવ લાઈફ સારી રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ ચાલી રહી હોય તો તે દૂર થશે. 


આ પણ વાંચો: લોટ બાંધતી વખતે કરેલી આ ભુલ ઘરની સમૃદ્ધિ પર કરે છે અસર, આખા પરિવારને પડશે મુશ્કેલીઓ


મીન રાશિ 


મંગળની કૃપાથી મીન રાશિના લોકોના જીવનમાં પણ સકારાત્મક ફેરફાર આવશે. જૂની બીમારીઓથી છુટકારો મળશે. આ 30 દિવસ દરમિયાન આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થશે અને પગાર વધારાનો લાભ મળી શકે છે. જે લોકો પોતાનો વેપાર કરે છે તેઓ નવું વાહન ખરીદી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)